- ભાજપ દ્વારા નગરપાલિકાની 7 વોર્ડની ચૂંટણી માટે 28 પૈકી 26 ઉમેદવારોની યાદી જાહેર
- અત્યાર સુધીમાં 28 નામો પૈકી 26 નામો જાહેર કરવામાં આવ્યા
- બ્રહ્મ સમાજમાંથી એક પણ ઉમેદવારને ટિકિટ ન મળતા સમાજનાં લોકોમાં નારાજગી
ખંભાળિયા પાલિકાની ચૂંટણીમાં બ્રહ્મ સમાજની નારાજગી દૂર થતા 4 ઉમેદવારોએ ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી - khambhaliya news
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટોની ફાળવણીને લઈને ક્યાંક ખુશી, તો ક્યાંક દુઃખની લાગણીઓ વ્યાપી ગઇ છે. આ વચ્ચે ખંભાળિયા પાલિકાની ચૂંટણીમાં બ્રહ્મ સમાજના ઉમેદવારોને તક ન અપાતા નારાજગી વ્યાપી ગઈ હતી. જો કે, પક્ષ સાથે વાટાઘાટો થતાં બ્રહ્મ સમાજની નારાજગી દૂર થઈ હતી. જે બાદ, 4 ઉમેદવારોએ ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી હતી.
ખંભાળિયા પાલિકાની ચૂંટણીમાં બ્રહ્મસમાજની નારાજગી દૂર થતા 4 ઉમેદવારોએ ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી
ખંભાળિયા: નગરપાલિકાની ચૂંટણી માટે તમામ પક્ષો દ્વારા ઉમેદવારોની યાદી જાહેર થઈ છે. ભાજપ દ્વારા નગરપાલિકાની 7 વોર્ડની ચૂંટણી માટે 28 પૈકી 26 ઉમેદવારોની યાદી જાહેર થતાં નવા ચહેરાઓને પણ મેદાને ઉતારવામાં આવ્યા હોવાનું લાગી રહ્યું છે. ટિકિટો જાહેર થતા બ્રહ્મ સમાજમાંથી એક પણ ઉમેદવારને ટિકિટ ન મળતા સમાજના લોકોમાં નારાજગી વ્યાપી ગઈ હતી. જો કે, પક્ષ સાથેની બેઠકો અને વાટાઘાટો બાદ બ્રહ્મ સમાજના 4 ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યા હતાં.