ગુજરાત

gujarat

ETV Bharat / state

દ્વારકામાં નગરપાલિકાના ઉપપ્રમુખના પુત્રની 3 તોલાની સોનાની ચેન લૂંટી જનારા 2 લૂંટારું ઝડપાયા - જિલ્લામાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ બગડી

દ્વારકા જિલ્લામાં હવે ગુનેગારોને પોલીસનો કોઈ ડર જ નથી રહ્યો તેવું લાગી રહ્યું છે. કારણ કે, જિલ્લાના મુખ્યમથક ખંભાળિયામાં લૂંટની લાઈવ ઘટનાનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. અહીં ખંભાળિયા નગરપાલિકાના ઉપપ્રમુખ જગુભાઈ રાયચુરાના પુત્ર રાહુલને છરી બતાવી તેની લૂંટ કરવામાં આવી હતી. જોકે, નગરપાલિકાના ઉપપ્રમુખ જ સુરક્ષિત નથી તો સામાન્ય જનતાનું શું થતું હશે. તે સૌથી મોટો પ્રશ્ન છે.

દ્વારકામાં નગરપાલિકાના ઉપપ્રમુખના પુત્રની 3 તોલાની સોનાની ચેન લૂંટી જનારા 2 લૂંટારું ઝડપાયા
દ્વારકામાં નગરપાલિકાના ઉપપ્રમુખના પુત્રની 3 તોલાની સોનાની ચેન લૂંટી જનારા 2 લૂંટારું ઝડપાયા

By

Published : Oct 18, 2021, 2:58 PM IST

  • દ્વારકા જિલ્લામાં ધોળા દિવસે અસામાજિક તત્ત્વોએ કરી લૂંટ
  • નગરપાલિકાના ઉપપ્રમુખ જગુભાઈ રાયચુરાના પુત્ર રાહુલની સોનાની ચેન લૂંટી તસ્કરો થયા હતા ફરાર
  • પોલીસે લૂંટની ઘટનાનો વાઈરલ થયેલો વીડિયોના આધારે 2 આરોપીની કરી ધરપકડ

દ્વારકાઃ જિલ્લામાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જોવા મળી રહી છે. જિલ્લાના મુખ્યમથક ખંભાળિયામાં જાહેરમાં ધોળે દિવસે અસામાજિક તત્ત્વોએ લૂંટ મચાવી હતી. ત્યારે આ લૂંટની ઘટનાનો વીડિયો ખૂબ જ વાઈરલ થયો હતો. જોકે, નગરપાલિકાના ઉપપ્રમુખ જગુભાઈ રાયચુરાના પુત્ર રાહુલને છરી બતાવી અસામાજિક તત્ત્વો તેની પાસેથી 3 તોલાની ચેન લૂંટી ફરાર થઈ ગયા હતા. બીજી તરફ પ્રશ્ન એ છે કે, નગરપાલિકાના ઉપપ્રમુખનો પુત્ર જ સુરક્ષિત નથી તો સામાન્ય પ્રજાનું શું થતું હશે.

વાઈરલ વીડિયોના આધારે 2 આરોપીની ધરપકડ

એક તરફ પોલીસકર્મી દ્વારા નિર્દોષ સગીરને માર મારવાની ઘટનાના પડઘા હજી શાંત પડ્યા નથી. ને ત્યાં હવે ધોળે દિવસે લૂંટની ઘટના સામે આવી હતી. ખંભાળિયા નગરપાલિકાના ઉપપ્રમુખ જગુભાઈ રાયચુરાના પુત્ર રાહુલનો સવા 3 તોલાની સોનાની ચેન છરીની અણીએ છીનવી અસામાજિક તત્ત્વો ફરાર થયા હતા. ખંભાળિયાના નવા નાકા તેલીના પૂલ પાસે અસામાજિક તત્વોએ આ લૂંટ ચલાવી હતી. જોકે, પોલીસે વીડિયોના આધારે આરોપી અક્રમ બ્લોચ અને કૈલાસનાથ કંથરાયની ધરપકડ કરી છે. સાથે જ પોલીસે પુરાવા એકત્રિત કરીન આગળની તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો-અમદાવાદમાં વેપારીની આંખમાં મરચાંની ભૂકી નાખી ચાંદીની લૂંટ કરી 3 શખ્સો રફૂચક્કર

આ પણ વાંચો-નર્મદામાં લૂંટ કરી ફરાર થયેલાં આરોપીઓને LCB પોલીસે મિનિટોમાં ઝડપી પડ્યા

ABOUT THE AUTHOR

...view details