પ્રાથમિક માહિતી મુજબ અરમાનને તેના પિતા રજાકે શાળાએ જવાનુ કહેતા અરમાનને શાળાએ જવાનુ પસંદ ન હતુ. જેથી ગળે ફાંસો ખાઈને આપઘાત કરતા વરવાળા જેવા નાના ગામમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી.
દેવભૂમિ દ્વારકામાં પિતાની વાતનું માઠુ લાગતા 13 વર્ષના પુત્રએ કર્યો આપધાત - School
દેવભૂમિ દ્વારકાઃ દ્વારકા નજીક આવેલા વરવાળા ગામે માત્ર 13 વર્ષના બાળકે આપઘાત કરી લીધો છે. બાળકના પિતાએ શાળાએ ભણવા જવાનુ કહેતા અરમાન રજાક સોરઠીયાએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. ઘટનાની જાણ દ્વારકા પોલીસને થતા પોલીસની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી.
dwarka
અરમાનના પિતા વરવાળા નજીક રુપેણબંદર ઉપર માછીમારીનો ધંધો કરે છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દ્વારકા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે દ્વારકા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. માત્ર 13 વર્ષના અરમાને સામાન્ય કારણો સર આવું પગલુ ભરી લેતા તેના પરિવારજનો શોકમાં ડૂબી ગયા હતા.