ગુજરાત

gujarat

ETV Bharat / state

દેવભૂમિ દ્વારકા નગરપાલિકાની જનરલ બોર્ડમાં પૂર્વ પ્રમુખ પર ભ્રષ્ટાચારના આરોપ, 12 સભ્યોએ કર્યું વોકાઉટ - Former President Jitubha Manek

દેવભૂમિ દ્વારકા જિલ્લાની નગરપાલિકાની બીજી ટર્મની પ્રથમ સામાન્ય સભા યોજાઇ હતી. જેમાં પૂર્વ પ્રમુખ જીતુભાઈ માણેક પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવીને ભૂતકાળના કામોને બઢોતરી ન આપવાના વિરોધ સાથે 12 જેટલા સદસ્યોએ વોકાઉટ કર્યું હતું.

દ્વારકા નગરપાલિકાની જનરલ બોર્ડમાં પૂર્વ પ્રમુખ પર ભ્રષ્ટાચારના આરોપ સાથે 12 સભ્યોએ કર્યું વોકાઉટ
દ્વારકા નગરપાલિકાની જનરલ બોર્ડમાં પૂર્વ પ્રમુખ પર ભ્રષ્ટાચારના આરોપ સાથે 12 સભ્યોએ કર્યું વોકાઉટ

By

Published : Oct 6, 2020, 12:35 PM IST

દેવભૂમિ દ્વારકાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાની નગરપાલિકાની બીજી ટર્મની પ્રથમ સામાન્ય સભા યોજાઇ હતી. જેમાં પૂર્વ પ્રમુખ જીતુભાઈ માણેક પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવીને ભૂતકાળના કામોને બઢોતરી ન આપવાના વિરોધ સાથે 12 જેટલા સદસ્યોએ વોકાઉટ કર્યું હતું.

દેવભૂમિ દ્વારકા નગરપાલિકાની જનરલ બોર્ડમાં પૂર્વ પ્રમુખ પર ભ્રષ્ટાચારના આરોપ, 12 સભ્યોએ કર્યું વોકાઉટ
આ અંગે દ્વારકા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જીતુભા માણેકે જણાવ્યું કે, અમુક સદસ્યોને પોતાના અંગત કામોમાં નગરપાલિકાનો લાભ મેળવવો હતો પરંતુ તે લાભ ન મળતાં મારો વિરોધ કરવામાં આવી રહ્યો છે. પ્રમુખ જીતુભા માણેકે કહ્યું મારા પર લગાવેલા આરોપો સાબિત કરી આપો તો હું આજીવન રાજકારણ મૂકી દઈશ. દ્વારકા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જીતુભા માણેકે વધુમાં જણાવ્યું કે, અમુક સદસ્યો હાલના પ્રમુખ ઉપ પ્રમુખ અને ચીફ ઓફિસરને ખોટી રીતે દબાવી રહ્યા છે

ABOUT THE AUTHOR

...view details