ડાંગમાં જાગૃત યુવાનોએ સ્થાનિક સમસ્યાઓ બાબતે સુબીર મામલતદારને આવેદન પાઠવ્યું - Subir Mamlatdar
નવરચિત સુબીર તાલુકામાં આવેલા મામલતદાર કચેરીએ મંગળવારે ડાંગ જિલ્લાના સિત્તેર પંચાયતના જાગૃત યુવાનો દ્વારા આદિવાસીઓના જંગલ, જમીન બાબતેના 73AAના કાયદા મુજબ આદિવાસીઓને જમીનનાં હક્કો મળે તેમજ લોકડાઉનના કારણે લોકોના ધંધા રોજગાર ઠપ્પ થઇ ગયા છે.
ડાંગઃ જિલ્લાના યુવાનોના જણાવ્યા અનુસાર મનરેગા યોજના દ્વારા રોજગારી પણ મળી ન હોવાના કારણે લોકો લાઇટબિલ ભરી શકે તેવી હાલતમાં ન હોવાથી લોકોનું લાઇટબિલ માફ કરવા અંગે અરજ ગુજારી હતી. આ ઉપરાત ડાંગ જિલ્લાના અંતરીયાળ ગામડાઓમાં નેટવર્ક સમસ્યાને કારણે બાળકો ઓનલાઇન શિક્ષણ મેળવી શકતા નથી તેથી નેટવર્ક સમસ્યા હલ કરવામાં આવે અને લોકોને ઇમરજન્સી સેવાઓ વગેરેમાં પણ નેટવર્કથી મદદરૂપ થાય તે હેતુ પુર્વક ડાંગનાં સિત્તેર પંચાયતનાં જાગૃત યુવાનોએ સુબીર મામલતદારને આવેદન પત્ર આપ્યુ હતું.