ડાંગ: જિલ્લાનાં વાંવદા ગામનાં રહેવાસી દિનેશભાઇ વળવી જેઓ 24 જૂનના રોજ ‘તેરાના' તેહવાર નિમિત્તે એક્ટિવા (ગાડી.ન.GJ.30.B.9093) પર સવાર થઈ સાસરીમાં ઘઉં આપવા માટે ઘુબીટા ગામ જઈ રહયા હતા. તે દરમ્યાન આહવાથી સુબીરને સાંકળતા સ્ટેટ ધોરીમાર્ગનાં ગોંડલવિહીર અને ઘુબીટા ગામ વચ્ચે આવેલ નાલા પરથી આ એક્ટિવા નીચે ફંટાઇ જતા ઘટના સ્થળે યુવકને માથાનાં ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.
ડાંગના ગોંડલવિહીર-ઘુબીટા ગામ વચ્ચેનાં માર્ગ અકસ્માતમાં યુવકનું મોત - ગોંડલવિહીર અને ઘુબીટા ગામ વચ્ચે
ડાંગ જિલ્લાનાં આહવાથી સુબીરને સાંકળતા સ્ટેટ ધોરીમાર્ગનાં ગોંડલવિહીર અને ઘુબીટા ગામ વચ્ચે એક્ટિવા ચાલક નાલા પરથી નીચે ખાબકતા મોત નીપજ્યું હતું. ડાંગ જિલ્લાનાં પારંપરિક તહેવારનાં દિવસે જ સાસરીમાં જતા આ યુવકનું અકાળે મોત થવાથી ઘરમાં ગમગીનીનો માહોલ છવાયો હતો.
![ડાંગના ગોંડલવિહીર-ઘુબીટા ગામ વચ્ચેનાં માર્ગ અકસ્માતમાં યુવકનું મોત ડાંગ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7752031-500-7752031-1593000754614.jpg)
ડાંગ
આ ઘટનાની જાણ આસપાસનાં ગ્રામજનોને થતા તેઓએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને ફોન કરીને યુવકને સારવાર માટે આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહી બેભાન અવસ્થામાં યુવકની હાલત ગંભીર હોવાથી શ્વાસ છોડી દેતા આહવા સિવિલ હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. 29 વર્ષિય યુવક દિનેશભાઇ વળવીનું અચાનક જ મોત નિપજતા તેના ઘરમાં ગમગીનીનો માહોલ છવાયો હતો. ડાંગી આદિવાસીઓનાં તહેવાર નિમિત્તે જ આ ઘટના બનતાં ગામમાં પણ ગમગીનીનો માહોલ છવાયો હતો.