- આજે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ
- ગુજરાતમાં સૌથી વધુ આદિવાસીઓની વસ્તી ડાંગ જિલ્લામાં
- ડાંગ જિલ્લાનાં પ્રકૃતિ પૂજક આદિવાસીઓનું જીવનધોરણ
- ડાંગનાં આદિવાસીઓની રહેણીકરણી અને સંસ્કૃતિ વિશે જાણીએ
ડાંગ: 9મી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસની સમગ્ર વિશ્વમાં આદિવાસી સમાજ અલગ અલગ રીતે ઉજવણી કરે છે. ગુજરાતમાં પણ 15 ટકા વસ્તી આદિવાસીઓની છે, આશરે 1 કરોડ વસ્તી ધરાવતાં આદિવાસીનાં જુદાં જુદાં સમુદાય આવેલાં છે. પરંતુ દરેક સમુદાય મૂળ પ્રકૃતિ સાથે જોડાયેલો છે. આદિવાસીઓને પ્રકૃતિ પૂજક ગણવામાં આવે છે. દરેક આદિવાસી સમાજની બોલી, રહેણીકરણી, રહેઠાણ પહેરવેશ જુદાં જુદાં છે. અંબાજીથી લઈ ડાંગ ઉમરગામ સુધી આદિવાસીઓની વસ્તી આવેલી છે. જેમાં ડાંગ જિલ્લાનાં આદિવાસીઓ સૌથી જુદા પડે છે.
આદિવાસી સંગીત અને વાદ્યોનો અનોખો વારસો
વર્ષમાં અનેક આદિવાસી તહેવારો ઉજવાય છે અને પ્રસંગોપાત તેઓ પોતાના સંગીત વાદ્યો અને નાચગાન કરતાં રહે છે. ડાંગનાં આદિવાસીઓનો ડાંગી નાચ ખૂબ જ પ્રખ્યાત છે. આ ઉપરાંત ઠાકર્યા નાચ, પાવરી નાચ, કાહલ્યા નૃત્ય વગેરે આ દરેક નૃત્ય કે કથામાં તેઓ પોતાના જાતે બનાવેલાં સંગીત વાદ્યોનો ઉપયોગ કરે છે. જેમાં થાળી વાદ્ય પણ ખુબ જ પ્રખ્યાત છે. જે શુભ અને અશુભ બન્ને પ્રસંગે વગાડવામાં આવે છે. લહાન બરડાં ગામનાં થાળી વાદક શિવા લહરે જણાવે છે કે, તેઓનાં બાપ-દાદાથી ચાલતી આવેલી પરંપરાને તેમણે જાળવી રાખી છે અને આદિવાસીઓમાં પ્રસંગોપાત થાળી વાદ્ય વગાડવું જ પડે છે. સાથે ડાંગનું પાવરી વાદ્ય પણ આજે દેશવિદેશમાં જાણીતું બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્રમોદીએ પણ આ વાદ્ય સાંભળ્યુ છે, તેઓ જ્યારે મુખ્યપ્રધાન હતા તે સમયે ડાંગથી બહારના જિલ્લાઓમાં તેમણે ડાંગી નૃત્ય અને પવારી વાદ્યને પ્રોત્સાહન આપ્યું હતું અને આજે દેશમાં આવતા આંતરરાષ્ટ્રીય મહેમાનોના સ્વાગત માટે ખાસ ડાંગી નૃત્યનું આયોજન કરવામાં આવે છે.
ડાંગનાં આદિવાસીઓનું રહેઠાણ