ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગના વનપ્રદેશમાં 'વન એ જ જીવન'નો સંદેશ ગુંજતો કરાયો - વિશ્વ પર્યાવરણ દિવસ

'વન એ જ જીવન'ના સંદેશ સાથે વનપ્રદેશ ડાંગમા 'વિશ્વ પર્યાવરણ દિવસ'ની ઉજવણી કરવામા આવી હતી. ડાંગના આહવા નજીક આવેલા દેવીનામાળ ખાતે બાળવૃક્ષના વાવેતર સાથે વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ડાંગના વનપ્રદેશમાં 'વન એ જ જીવન'નો સંદેશ ગુંજતો કરાયો
ડાંગના વનપ્રદેશમાં 'વન એ જ જીવન'નો સંદેશ ગુંજતો કરાયો

By

Published : Jun 6, 2021, 9:49 PM IST

  • ડાંગ જિલ્લામાં 'વિશ્વ પર્યાવરણ દિવસ'ની ઉજવણી
  • દેવીનામાળ ખાતે બાળવૃક્ષના વાવેતર સાથે વિતરણ કરાયું
  • કાર્યક્રમમાં જિલ્લા વહીવટી વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા

ડાંગ: વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ડાંગ જિલ્લાનાં દેવીનામાળ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મંગળ ગાવિત સહિત ડાંગના ધારાસભ્ય વિજય પટેલ, કલેક્ટર ભાવિન પંડયા, જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયા, વલસાડ વર્તુળના મુખ્ય વન સંરક્ષક મનેશ્વર રાજા, ડાંગના નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસ અને નિલેશ પંડયા, નાયબ પોલીસ અધિકારી વસાવા સહિતના ઉચ્ચ વરિષ્ઠ અધિકારીઓ, વનકર્મીઓ, વનપ્રેમીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ વિશ્વ પર્યાવરણ દિવસ વિશેષ: 26 વર્ષમાં 12 લાખ વૃક્ષો રોપનારા જીતુ પટેલ સાથે મુલાકાત

દેવીનામાળ ખાતે બાળવૃક્ષના વાવેતર સાથે વિતરણ કરાયું

ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવાને સીમાડે આવેલા દેવીનામાળ કેમ્પ સાઈટના પટાંગણમા યોજાયેલા 'વિશ્વ પર્યાવરણ દિવસ' ઉજવણી કાર્યક્રમ દરમિયાન વિશેષ કરીને વનઔષધિઓના રોપઓ અને સુશોભિત પ્લાન્ટ્સનું વાવેતર અને વિતરણ કરાયું હતું. 'કોરોના કાળ'માં માનવીઓને વૃક્ષ અને ઓક્સિજનની કિંમત બખૂબી સમજાઈ ગઈ છે, ત્યારે આવનારી પેઢીને વન પર્યાવરણનો મજબૂત વારસો આપી શકાય તે માટે, આ વર્ષના ચોમાસામા પ્રત્યેકજન એક એક વૃક્ષ વાવે, અને તેનુ જતન, સંવર્ધન કરે તે જરૂરી છે તેવો એકમત મહાનુભાવોએ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આહવાના પરિક્ષેત્ર વન અધિકારી રાહુલ પટેલ તથા તેમની ટીમે આયોજન વ્યવસ્થા સંભાળી હતી.

આ પણ વાંચોઃપર્યાવરણ દિવસની ઉજવણી માટે વડોદરા આવેલા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની સુમનદીપ મુલાકાત વિવાદમાં

ABOUT THE AUTHOR

...view details