ડાંગ: કોરોનાના કહેરને પગલે લાગુ કરાયેલા લોકડાઉનના સમયમાં પણ ડાંગ જિલ્લાના ખેડૂતોને ઘરઆંગણે જ રોજગારી મળી રહે, તે માટે ઉત્તર ડાંગ વન વિભાગ દ્વારા પીપલાઈદેવી ક્લસ્ટરમા મોટે પાયે ઔષધીય પાક એવી સફેદ મુસળીનું વાવેતર કરાવીને, સ્થાનિક ખેડૂતોની આજીવિકામાં વધારો કરવાનો સ્તુત્ય પ્રયાસ કરવામાં આવ્યો છે.
ઉત્તર ડાંગ વન વિભાગ દ્વારા ઔષધીય પાક એવી સફેદ મૂસળીનુ વાવેતર કરાવાયું - Dang Forest Department
કોરોનાના કહેરને પગલે લાગુ કરાયેલા લોકડાઉનના કારણે ડાંગ જિલ્લાના ખેડૂતોને ઘર આંગણે રોજગારી મળી રહે તે માટે ઉત્તર ડાંગ વન વિભાગ દ્વારા ઔષધીય પાક સફેદ મૂસળીનું વાવેતર કરાવવામાં આવી રહ્યું છે.
ઉત્તર ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક અગ્નિસ્વર વ્યાસના જણાવ્યા અનુસાર તેમના કાર્ય વિસ્તારના પીપલાઈદેવી ક્લસ્ટરમાં વન સમિતિ સાથે સંકળાયેલા ખેડૂતોને સફેદ મુસળીનુ બીયારણ પૂરું પાડવામાં આવ્યું છે. સને 2020/21ના વર્ષ દરમિયાન આ વિસ્તારના કુલ 10 ગામોના 133 ખેડૂતોને 1,110 કિલોગ્રામ બિયારણ પૂરું પાડી, આ ઔષધીય પાકની ખેતપદ્ધતિ અંગે સમજ અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે. પાક તૈયાર થતા આ ખેડૂતોને અંદાજીત 3, 330 કિલોગ્રામ ઉત્પાદન મળવાની સંભાવના પણ વ્યાસે વ્યક્ત કરી છે.