- સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ પક્ષની બહુમતી સાથે જીત થઈ
- ભાજપ પાર્ટી પ્રમુખે જિલ્લા-તાલુકા પંચાયતના પ્રમુખ ઉપર વ્હીપની મહોર
- જિલ્લા પંચાયતની 10 સમિતિઓમાં 3 સમિતિઓ ઉમેદવારમાં આવી
જિલ્લા પંચાયતની 10 સમિતિઓમાં 3 સમિતિઓ ઉમેદવારમાં આવી ડાંગઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ડાંગ જિલ્લામાં ભાજપની બહુમતી સાથે જીત થઈ છે. જિલ્લા પંચાયતની કુલ 18 બેઠકમાંથી 17 બેઠક ભાજપના ફાળે ગઈ છે. ફક્ત 1 બેઠક કોંગ્રેસ જીતી શક્યું હતું. જ્યારે આહવા, વઘઈ અને સુબિર તાલુકાની કુલ 48 બેઠકોમાંથી 41 બેઠક ભાજપ પક્ષે જયારે 7 બેઠક કોંગ્રેસને મળી છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ પક્ષની બહુમતી સાથે જીત
બહુમતી સાથે ચૂંટાઈ આવેલી ભાજપ પાર્ટીની સામે વિરોધ પક્ષમાં બેસવા માટે કોંગ્રેસ પાર્ટી જોડે પૂરતા દાવેદારો રહ્યાં નથી ત્યારે હવે જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ સહિત વિવિધ પદો માટે પસંદગીના નામો ઉપર ભાજપ પાર્ટી પ્રમુખ દશરથ પવારે વ્હીપની મહોર મારી હતી.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ પક્ષની બહુમતી સાથે જીત થઈ જિલ્લા તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ માટે વ્હીપની મહોર ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે કોશિમદા બેઠકના વિજેતા ઉમેદવાર મંગળ ગંગાજીભાઈ ગાવિત, ઉપ પ્રમુખ પદ માટે નિર્મળા જગ્યાભાઈ ગામિત, કારોબારી ચેરમેન વિજય ચૌધરી, પક્ષના નેતા દંડક ભરત ભોયે. આહવા તાલુકા પંચાયતના પ્રમુખ કમળા હીરાભાઈ રાઉત, ઉપ પ્રમુખ દેવરામ જાદવ, કારોબારી ચેરમેન વનિતા પવાર, પક્ષનાં નેતા અર્જુન ગવળી, દંડક સુરેશ ચૌધરી. વઘઈ તાલુકાના પ્રમુખ તરીકે શકુંતલા આનંદભાઈ પવાર, ઉપપ્રમુખ બળવંત દેશમુખ, કારોબારી ચેરમેન જિતેન્દ્ર પવાર, પક્ષના નેતા દક્ષા બંગાળ અને દંડક તરીકે આશા પટેલ. સુબિર તાલુકામાં પ્રમુખ બુધુ કામડી, ઉપપ્રમુખ પ્રતિબેન, કારોબારી ચેરમેન રતિલાલભાઈ, પક્ષના નેતા દિનેશ હિલીમ, દંડક રાજુભાઇ પવારના નામ છે.
સર્વાનૂમતે નામોની પસંદગી બાદ જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખની પસંદગી કરાઈ
જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખના હોદ્દાઓ ઉપરની પસંદગી કરનાર ભાજપ પ્રમુખ દશરથ પવારે જણાવ્યું હતું કે, સર્વાનૂમતે પંચાયતમાં તાલુકા પ્રમુખો તેમજ વિવિધ હોદ્દાઓ માટે સભ્યોની વરણી કરવામાં આવી છે. પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે કોઈ પણ ઉમેદવારની હોડ લાગી નહોતી. સર્વાનુમતે પસંદગીના નામો ઉપર મ્હોર મારવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતની કુલ 10 સમિતિઓ હતી, જેમાં વધુ 3 સમિતિઓ ઉમેરવામાં આવી છે. આથી કુલ જિલ્લા પંચાયતની 13 સમિતિઓ થઈ છે. જ્યારે જિલ્લાની કુલ બેઠકો 18 છે. તેવી જ રીતે તાલુકામાં પણ નવી બે સમિતિઓ ઉમેંરવામાં આવી છે. દંડક અને શાસક પક્ષના નેતા તેમજ અપીલ સમિતિ ઉમેંરવાની હોવાનું તેમણે જણાવ્યું હતું.