- ગુજરાતનાં ચેરાપૂંજી કહેવાતાં ડાંગમાં પાણી માટે વલખાં
- ડાંગ જિલ્લામાં સૌથી વધુ વરસાદ છતાંય પાણીની તંગી
- Water supply schemes in Dangs ફક્ત કાગળ ઉપર - ડાંગ કોંગ્રેસ
ડાંગઃ ગુજરાત રાજ્યના ચેરાપૂંજી ( Cherrapunji ) ગણાતાં ડાંગ જિલ્લામાં ( Dang district ) 100 ઈંચ કરતાં વધુ વરસાદ વરસે છે. પરંતુ ડિસેમ્બર મહિના બાદ એપ્રિલ અને મે મહિનામાં પાણીની ભારે તંગી વર્તાય છે. રાજ્ય સરકારની ઘરઘર નળ કનેક્શન યોજનાઓ ( Water supply schemes in Dangs ) ડાંગ જિલ્લાનાં ( Dang district ) કેટલાય ગામોમાં ફક્ત કાગળ ઉપર જોવા મળે છે. ઘરઘર પાણીના નળ ગોઠવેલાં હોય પરંતુ નળ દ્વારા ક્યારેય પાણી આવતું નથી. જો કોઈક વાર પાણી ( Water ) આવે તો તે પણ પીવાલાયક પાણી હોતું નથી.
2 કિલોમીટર દૂર સુધી તેમજ તૂટી ગયેલાં કૂવા ખાબોચિયામાં પાણી લેવા જવું પડે છે બરડા ગામમાં જીવના જોખમે મહિલાઓ કૂવામાંથી પાણી ભરે છે
ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના બરડા ગામમાં તૂટેલી હાલતમાં કૂવો જોવા મળી રહ્યો છે. જ્યાં ગામની મહિલાઓ પોતાના જીવના જોખમે કૂવામાં ઉતરીને પાણી ( Water ) ભરવા મજબૂર છે. બરડા ગામના સીતાબેન જણાવે છે કે ઉનાળામાં તેઓનાં ગામમાં પાણીની ભારે તંગી વર્તાય છે. કૂવાઓ સુકાઈ જાય છે. તેમજ જ્યારે પાણી ભરાય છે ત્યારર કૂવામાં ઉતરીને પાણી ભરવું પડે છે. બરડા ગામના યુવા મહિલા છાયાબેન દેશમુખ જણાવે છે કે ગામમાં પાણી સમસ્યાનાં કારણે તેઓને ગંદુ પાણી પીવું પડે છે. જ્યારે ઘરે કોઈ મહેમાન આવ્યાં હોય ત્યારે તેઓને પણ ગંદુ પાણી જ આપવાની નોબત ઉભી થાય છે જે ફક્ત મહિલાઓ જ જાણતી હોય છે. નેતાઓ ફક્ત વોટ માગવા આવે છે પરંતુ લોકોની સમસ્યાઓ પૂછવા ક્યારેય આવતાં નથી. બરડા ગામમાં 4 બોર આવેલ છે પરંતુ 1 જ ફોર કાર્યરત છે જેમાં ફક્ત ચોમાસામાં જ પાણી ( Water ) આવતું હોય છે.
સોનગીર ગામમાં 2 કી. મી દૂર મહિલાઓ સામૂહિક રીતના પાણી ( Water ) લેવા મજબૂર
આ ઉપરાંત આહવા તાલુકાનાં સોનગીર ગામમાં પણ પાણી અંગેની મોટી સમસ્યા છે. અહીં ગામની મહિલાઓને 2 કી.મી દૂર ઘડા લઈને પાણી ( Water ) લેવા જવું પડે છે. ગામથીજ દૂર જંગલ વિસ્તારમાં કૂવો હોવાનાં કારણે મહિલાઓમાં જંગલી પ્રાણીઓનો ભય રહેલો હોય છે જેના કારણે આ ગામની મહિલાઓ સામૂહિક રીતના પાણી ( Water ) લેવા જાય છે. સોનગીર ગામના ઝીપરભાઈ ગાવીત જણાવે છે કે સરકારની યોજના છે કે ઘરઘર પાણી પહોંચાડવું પરંતુ હજી સુધી તેઓનાં ગામમાં પાણી પહોંચાડવામાં આવ્યું નથી. આજેપણ 2 કી.મી દૂર પાણી લેવાં જવું પડે છે.
રાજ્ય સરકારની ઘરઘર નળ કનેક્શન યોજના ફક્ત કાગળ ઉપર જ દેખાય છે આ પણ વાંચોઃ કપરાડાના મોટી પલસણ ગામમાં માત્ર 1 બેડું પાણી ભરવા મહિલાઓએ 5 કલાક રાહ જોવી પડે છે
સરકારી યોજનાઓ ફક્ત કાગળ ઉપર - ડાંગ કોંગ્રેસ પ્રમુખ
ડાંગ જિલ્લામાં વાસમો દ્વારા કેટલીય યોજનાઓ બહાર પાડવામાં આવે છે પરંતુ તે ફક્ત કાગળ ઉપર જોવા મળે છે. કોંગ્રેસ સમિતિના પ્રમુખ મોતીલાલભાઈ ચૌધરી જણાવે છે કે ડાંગમાં 311 ગામડાંઓ આવેલાં છે પરંતુ ગામની ભૌગોલિક પરિસ્થિતિનો તાગ મેળવ્યાં સિવાય અધિકારી દ્વારા ટેબલ ઉપર પ્લાન એસ્ટીમેટ બનાવવામાં આવે છે. જેનાં કારણે સરકારની યોજનાઓ ફેલ છે. અને ગામમાં લોકોને શુદ્ધ અને ઘરઘર પાણી ( Water ) મળવું જોઈએ જે ફક્ત કાગળ ઉપર જ જોવા મળે છે. આ ઉપરાંત વઘઇ તાલુકાના મૂરબી, નડગચોન્ડ, નીમ્બારપાડા, બોન્ડરમાળ વગેરે ગામડાઓમાં ઘરઘર નળ કનેક્શન યોજના ફક્ત કાગળ ઉપર જ જોવા મળે છે. અહીં ગામડાંઓમાં પાણીની ટાંકી અને ઘરઘર નળ ગોઠવવામાં આવ્યાં છે પરંતુ નળમાં પાણી ( Water ) આવતું નથી જેના કારણે લોકોને દૂરદૂર સુધી પાણી લેવા જવું પડે છે.
આ પણ વાંચોઃ ડાંગમાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં નલ સે જલ કાર્યક્રમ અંતર્ગત બેઠક યોજાઇ