ડાંગ: જિલ્લાનાં મુખ્ય મથક આહવા ખાતે ફરજ બજાવનારા કોરોના વોરિયર્સમાં પોલીસનાં જવાનો હોમગાર્ડ તેમજ જી.આર.ડી.સ્ટાફને વિનામૂલ્યે મિનરલ વોટર પાણીની સેવા આપીને બાપા સીતારામ મિનરલ વોટર સપ્લાયરે માનવતા દર્શાવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં મુખ્ય મથક આહવા ખાતે ફરજ બજાવનારા કોરોના વોરિયર્સમાં પોલીસનાં જવાનો હોમગાર્ડનાં જવાનો, જી.આર.ડીનાં જવાનોને લોકડાઉન પાર્ટ-1થી પાર્ટ-4 દરમિયાન વિનામૂલ્યે મિનરલ વોટર પાણીની સેવા આપવામાં આવી રહી છે.