ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇ ખાતે સિંગલ ફળિયામાં રહેતા પાઉલભાઈ ધોડિયા પટેલ અને મેહુલભાઈ બાઈક નંબર GJ.5.BN 2603 પર સવાર થઈ શામગહાન ખાતે તેમના સાથી મિત્રના મરણવિધિમાં ગયા હતા. ત્યાંથી પરત ફરતા સમયે બાઈક સ્લીપ થતાં પાઉલભાઈ પટેલનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.
વઘઇ-સાપુતારા મુખ્ય ધોરીમાર્ગ પર બાઈક સ્લીપ થતા વઘઇના યુવકનું મોત - બાઈક અકસ્માત
ડાંગ: સાપુતારાથી વઘઇને જોડનારા આંતર-રાજ્ય ધોરીમાર્ગ પર આહેરડી ગામ નજીક વઘઇના યુવાનોની બાઈક સ્લીપ થતાં ઘટના સ્થળે એક યુવકનું મોત થયું હતું. જ્યારે અન્ય યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.
વઘઇ સાપુતારા મુખ્ય ધોરીમાર્ગ પર બાઈક સ્લીપ થતાં વઘઇના યુવકનું મોત
પાઉલભાઈ પટેલનું કમકમાટીભર્યું મોત થતાં પરિવાર અને મિત્રોમાં અરેરાટી ફેલાઈ ગઇ હતી. જ્યારે બાઈક ચાલક મેહુલભાઈને ગંભીર ઈજા થતાં તાત્કાલિક 108 મારફતે શામગહાન સીએસસીમાં ખસેડવામાં આવ્યા હતા. વઘઇ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે શામગહાન રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.