ગુજરાત

gujarat

ETV Bharat / state

Rain in Dang : આંખોને ટાઢક આપતો ગીરાધોધ ખીલી ઉઠ્યો સોળે કળાએ

ડાંગ જિલ્લામાં ભારે વરસાદના કારણે નાની મોટી (Gujarat Rain Update) તેમજ મોટા ડેમો છલોછલ છલકાય ગયા છે. ત્યારે ડાંગનો વઘઇ ગીરાધોધ (Waghai Giradhodh flooded) ભવ્ય ખીલી ઉઠ્યો છે. આશરે 300 મીટર (Rain in Dang) પહોળાઈએ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે.

Rain in Dang : આંખોને ટાઢક આપતો ગીરાધોધ ખીલી ઉઠ્યો સોળે કળાએ
Rain in Dang : આંખોને ટાઢક આપતો ગીરાધોધ ખીલી ઉઠ્યો સોળે કળાએ

By

Published : Jul 9, 2022, 2:00 PM IST

ડાંગ : ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે (Gujarat Rain Update) વઘઇ ગામ પાસે આવેલા ગીરાધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો. ખાપરી નદી ધોધરૂપ અંબિકા નદીમાં ખાબકે છે. જ્યાં ગીરાધોધ આવેલો છે અંબિકા નદી ત્યાર પછી આગળ વધીને બીલીમોરા પાસે અરબી સમુદ્રને મળે છે. આ ધોધની ઊંચાઈ 25 મીટર જેટલી છે. આશરે 300 મીટર પહોળાઈએ સોળે કળાએ (Waghai Giradhodh flooded) ખીલી ઉઠ્યો છે.

આંખોને ટાઢક આપતો ગીરાધોધ ખીલી ઉઠ્યો સોળે કળાએ

આ પણ વાંચો :રાજ્યમાં ભારે વરસાદથી વિવિધ જિલ્લાની નદીઓ થઈ ગાંડીતુર, જુઓ ક્યાં કેટલો વરસાદ

ભવ્ય દ્રશ્ય - નદી એટલે ઊંચેથી પડતા ધોધના દ્રશ્ય ભવ્ય લાગી રહ્યા છે. ગીરાધોધ નદી અને વરસાદ પર આધારિત હોવાથી કોઈ વખત સળંગ દેખાય છે. પાણીની અછત હોય ત્યારે નાના ધોધમાં વહેંચાય જાય છે પણ બંને ગ્રુપમાં સુંદર જોવા મળી રહી છે. ચોમાસામાં (Rain in Dang) ખાપરી નદી જ્યારે આખી ભરેલી હોય ત્યારે ધોધ ઝાઝરમાં લાગે છે. વઘઈથી સાપુતારા જવાને રસ્તે બે કિલોમીટરના અંતરે ધોધ તરફ જવાનો રસ્તો છે. ધોધ પડ્યા પછી નદી વળાંક લે છે. કિનારાથી નદીની રેતીમાં ઉતારીને ખડકાર પથ્થરમાં પાંચેક મિનિટ જેટલું પાણીને ધોધની બિલકુલ સામે પહોંચાય છે.

ગીરાધોધનો નજારો

આ પણ વાંચો :Rain in Surat : સુરતમાં ધોધમાર વરસાદને લઈને નદીઓ બની ગાંડીતુર

વોટરફોલને ગીરાધોધ નામે ઓળખવામાં આવે છે - અહીં ખડકો ઉપર જ ઉભા રહીને ધોધ જોવાનો લ્હાવો મળે છે. વઘઈના આંબાપાડા નજીક આવેલા આ વિશાળ કાયધોધના નામ પાછળ એક ચોક્કસ કારણ છે કે, મહારાષ્ટ્રના જંગલો અને પર્વતોને ચીરતી ગીરા નદી ડાંગ સુધી પહોંચે છે. અહીં આંબાપાડા નજીક એક ઊંચા ખડક પરથી આ નદી સીધી નીચે અંબિકા નદીમાં ખાપકે છે. ગિરા નદીના નામ પરથી જ આ વોટરફોલને (Moonsoon Gujarat 2022) ગીરાધોધ નામે ઓળખવામાં આવે છે. ધોધ સ્વરૂપે નીચે પડતા પહેલા તેને પાણીને રોકવા ચેકડેમ પણ બનાવવામાં આવ્યો છે. ચોમાસામાં નદીમાં પાણીનો જથ્થો વધતા ચેકડેમ ઓવરફ્લો થઈ ધોધરૂપે ગિરા નદી નીચે પડી અંબિકામાં સમાઈ જાય છે.

ગીરાધોધનો નજારો

ABOUT THE AUTHOR

...view details