- ડાંગના મતદારોનો પેટા ચૂંટણી પર મિજાજ
- લોકોએ નેતાઓ પાસે વિવિધ માંગણીઓ કરી
- બારીપાડા ગામના લોકોએ ETV BHARAT સાથે ખાસ વાતચિત કરી હતી
ડાંગઃ જિલ્લાના બારીપાડા ગામના લોકોએ ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું કે, તેઓને સ્થાનિક કક્ષાએ ગૃહ ઉદ્યોગનું સ્થાપન કરી લોકોને ઘર આંગણે રોજગારી અપાવે તેવા નેતાઓની આ લોકો ખાસ માંગ કરી રહ્યા છે. બેરોજગારીના લીધે ડાંગ જિલ્લાના હજારો લોકોને 6 મહિના સુધી અન્ય જિલ્લામાં સ્થળાંતર કરવું પડે છે. લોકોની માંગ છે કે તેઓને સ્થાનિક લેવલે રોજગારી પ્રાપ્ત થાય આ ઉપરાંત પાણીની સમસ્યા કે ડાંગ જિલ્લામાં ફક્ત ચોમાસું આધારિત ખેતી ઉપર ખેડૂતો નિર્ભર રહે છે. ત્યારબાદ તેઓને અન્ય મજૂરી માટે ગામથી બહાર પલાયન થવું પડે છે.