ડાંગઃ કોરોનાની મહામારીના કારણે ફેલાયેલા અંધકારને દૂર કરવા વડાપ્રધાન મોદીની અપીલને ડાંગ જિલ્લામાં ખુબજ સારો પ્રતિસાદ મળ્યો હતો. ગ્રામ્ય વિસ્તારના લોકોએ રાત્રે 9 વાગ્યે 9 મીનિટ સુધી પોતાના ધરની સામે દિવડાઓ પ્રગટાવી કોરોના મહામારીના અંધકારને દૂર કરવા પ્રાર્થના કરી હતી.
વડાપ્રધાનની અપીલને ખુબ જ સારો પ્રતિસાદ, ગ્રામ્ય વિસ્તારના લોકોએ દિવા પ્રગટાવ્યાં - gujrat in corona
કોરોનાની મહામારીના કારણે ફેલાયેલા અંધકારને દૂર કરવા વડાપ્રધાન મોદીની અપીલને ડાંગ જિલ્લામાં ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો.
![વડાપ્રધાનની અપીલને ખુબ જ સારો પ્રતિસાદ, ગ્રામ્ય વિસ્તારના લોકોએ દિવા પ્રગટાવ્યાં વડાપ્રધાનની અપીલને ખુબજ સારો પ્રતિસાદ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6678769-224-6678769-1586139937083.jpg)
વડાપ્રધાનની અપીલને ખુબજ સારો પ્રતિસાદ
ડાંગના ગામડાઓમાં મોટાભાગના લોકોએ પોતાના ધરની લાઇટો બંધ કરીને ધરના આંગણે દિવડાઓ પ્રગટાવ્યા હતા, જ્યારે અમુક લોકો હાથમાં દિવડાઓ લઇ કોરોના સંકટને દૂર કરવા પ્રાર્થના કરી હતી.
વડાપ્રધાનની અપીલને ખુબ જ સારો પ્રતિસાદ, ગ્રામ્ય વિસ્તારના લોકોએ દિવા પ્રગટાવ્યાં
ડાંગ જિલ્લામાં આહવા, વધઇ, સુબીર અને સાપુતારા સહિતના તમામ ગ્રામ્ય વિસ્તારના લોકોએ દિવા, મીણબત્તીઓ પ્રગટાવતા ગામડાઓમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. ડાંગનના લોકોએ વડાપ્રધાનની આ અપીલને ખુબ જ સારો પ્રતિસાદ આપ્યો હતો.
Last Updated : Apr 6, 2020, 9:31 AM IST