ડાંગ જિલ્લામાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તે હેતુથી જિલ્લાના મુખ્ય મથક આહવા અને સુબિરમાં સ્વચ્છતાં અંગે કાર્યક્રમ યોજાયા હતા. પ્લાસ્ટીક પ્રદુષણ, પ્લાસ્ટીક મુક્ત ભારત, શૌચાલયનો ઉપયાગ, સ્વચ્છતા હિ સેવા વિષયો પર અમદાવાદની રાજુ જોષીની ટીમનાં કલાકારો દ્વારા “ સ્વચ્છતા ત્યાં પ્રભુતા” નાટક ભજવાયા હતા. નાટક ભજવનાર કલાકારો દ્વારા સ્વચ્છતા ઉપર વિસ્તૃત માહિતી ગ્રામજનોને આપી હતી.
ડાંગ જિલ્લામાં સ્વચ્છતા અંગેના વિવિધ નાટકો ભજવાયા - ડાંગ જિલ્લામાં સ્વચ્છતા અંગેના વિવિધ નાટકો ભજવાયા
ડાંગઃ ભારત સરકારનાં સુચના અને પ્રસારણ મંત્રાલયનાં પ્રાદેશિક લોકસંપર્ક કાર્યાલય ડે.ડાયરેક્ટર દ્વારા ડાંગ જિલ્લામાં આહવા અને સુબિર તાલુકામાં સ્વચ્છતા જાગૃતિ અંગેના વિવિધ નાટકો ભજવાયા. જેમાં વિવિઘ વિષયો આવરી લેવામાં આવ્યા હતા. નાટક માટે ટીમ અમદાવાદથી આવી હતી.
DANG
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ડાંગનાં નિયામક તેમજ એ.પી.ઓ વિપુલ પરદેશીનાં આયોજન દ્વારા સહકાર આપીને, જાહેરાતો કરાવીને આહવા, સુબિરમાં નાટક કાર્યક્રમ યોજાયા હતા. આ કાર્યક્રમમાં સરપંચ, તલાટી કમ મંત્રી , ગ્રામજનો વગેરે હાજર રહી આ રાષ્ટ્રીય કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
TAGGED:
clean india