- રાજ્યમાં કોરોના કેસમાં સતત ઘટાડો
- ડાંગ જિલ્લામાં માત્ર 6 એક્ટીવ કેસ
- 6 દર્દીઓ હોમ આઈસોલેશનમાં
ડાંગ: જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. ડી.સી.ગામીત તરફથી મળેલી વિગતો અનુસાર, અત્યાર સુધી જિલ્લામાં કુલ 688 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યાં છે. જે પૈકી 682 દર્દીઓને રજા અપાઈ છે. જ્યારે આજની તારીખે 6 કેસો એક્ટિવ રહેવા પામ્યા છે. જિલ્લાના એક્ટિવ કેસોના તમામે તમામ 6 દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામા આવ્યા છે.
આ પણ વાંચો:ડાંગ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ, સાપુતારામાં આહલાદક વાતાવરણ
જિલ્લામાં 16 કન્ટેનમેન્ટ ઝોન, 139 વ્યક્તિઓ હોમ કોરેન્ટાઇન
કોરોના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 139 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઈન કરાયા છે. જિલ્લામાં હાલ કુલ 16 કન્ટેઈનમેન્ટ ઝોન (એક્ટિવ) નિયત કરાયા છે. જેમાં 63 ઘરોને આવરી લઈને 256 વ્યક્તિઓને ક્વોરન્ટાઈન કરાયા છે. જ્યારે, 15 બફર ઝોન (એક્ટિવ)માં 115 ઘરોને સાંકળી લઈને 451 લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો:ડાંગમાં વઘઈ અને ગીરા દાબદર ગામે રસીકરણનો કાર્યક્રમ
જિલ્લામાં બુધવારે 168 સેમ્પલ લેવામાં આવ્યા
ટેસ્ટિંગની વિગતો જોઈએ તો બુધવારે જિલ્લામાંથી 105 RT PCR અને 93 એન્ટીજન ટેસ્ટ મળી કુલ 198 સેમ્પલો કલેક્ટ કરાયા છે. જે પૈકી 105 RT PCR ના રિપોર્ટ પેન્ડિંગ રહેવા પામ્યા છે. કોરોનાને કારણે આ અગાઉ ડાંગ જિલ્લામા અત્યાર સુધી કુલ 28 મૃત્યુ નોંધાઈ ચૂક્યાં છે.