- કાળઝાળ ગરમીની સાથે બફારાએ જનજીવનને ત્રસ્ત કર્યા
- પવનના સુસવાટા સાથે કમોસમી વરસાદનું માવઠું પડ્યું
- ડાંગી ખેડૂતોના પાકોનું જંગી નુકસાન થયુ
ડાંગ : રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં હાલના તબક્કે કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે કાળઝાળ ગરમી અને બફારા વચ્ચે પણ ઋતુચક્રના મૌસમે મિજાજ બગાડતા અહીં દ્વિભાસી વાતાવરણ પ્રતિત થવા પામી રહ્યુ છે. ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા સહિત સરહદીય પંથકના ગામડાઓમાં શુક્રવારે બપોર સુધી કાળઝાળ ગરમીની સાથે બફારાએ જનજીવનને ત્રસ્ત કર્યા હતા.
આ પણ વાંચો : જૂનાગઢ હવામાન વિભાગે આગામી 1લી મે સુધી સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરી
વાતાવરણનાં પલટા પછી એકાએક કમોસમી માવઠું પડ્યું