- ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સાર્વત્રિક વરસાદ
- સાપુતારા પંથકમાં સૌથી વધુ 4 ઈંચ જેટલો વરસાદ
- અંબિકા સહિત નાનકડા કોતરડાઓ ગાંડાતુર બન્યાં હતાં
- આહવાથી વઘઇને સાંકળતા રાજ્ય ધોરીમાર્ગમાં ભેખડો ધસી પડી
ડાંગઃપ્રાપ્ત વિગત અનુસાર ડાંગ જિલ્લામાં 2 દિવસથી ધોધમાર વરસાદ છે. ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં છેલ્લા બે ત્રણ દિવસથી પડી રહેલ ધોધમાર વરસાદના પગલે સર્વત્ર પંથકોમાં પાણીની આવકમાં વધારો નોંધાયેલ જોવા મળી રહ્યો છે. ડાંગની અંબિકા,ગીરા,ખાપરી અને પૂર્ણા નદીઓ સતત બે દિવસથી બન્ને કાંઠે વહેતી થતા ડાંગી જનજીવન ખુશખુશાલ બન્યું છે.
નદીઓમાં પાણીની આવક વધતાં નાના જળ ધોધ સક્રિય બન્યાં
ડાંગ જિલ્લાની નદીઓમાં પાણીની આવકમાં વધારો નોંધાતા હાલમાં પ્રાકૃતિક નાના મોટા જળધોધ સક્રિય બન્યાં છે. ડાંગ જિલ્લામાં મંગળવારે સાપુતારા પંથકમાં સૌથી વધુ વરસાદ નોંધાતા અંબિકા નદી અધધ પાણીનાં પ્રવાહ સાથે વહેતી જોવા મળી હતી.
આ પણ વાંચોઃ Daman Monsoon Update: દમણમાં વરસાદને કારણે અનેક સ્થળે તોતિંગ ઝાડ અને પોલ ધરાશાયી
આહવાથી વઘઇને સાંકળતા રાજ્ય ધોરીમાર્ગમાં ભેખડો ધસી પડી
ડાંગ જિલ્લાનાં આહવાથી વઘઇને સાંકળતા રાજ્ય ધોરીમાર્ગનાં ભવાનદગડ નજીક ઘાટમાર્ગમાં ભેખડો ધસી પડતાં અહી સ્થિતિ વિકટ બની હતી. પરંતુ સ્ટેટ ધોરીમાર્ગનાં કાર્યપાલક ઈજનેર એસ.આર.પટેલ સહિત ના.કા.ઇ. અમિષભાઈ પટેલની ટીમે આ માર્ગમાં ધસી પડેલ ભેખડોને હટાવી વાહનવ્યવહાર પૂર્વરત કરતાં સૌ કોઈએ હાશકારો અનુભવાયો હતો.મંગળવારે ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલની સાથે ગાઢ ધુમમ્સીયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ રહેતા ફરવા આવેલ પ્રવાસીઓનો ઉન્માદ બેવડાયો હતો.
વરસાદી માહોલની ધબધબાટી યથાવત રહેતાં ચારેય લોકમાતાઓ ડહોળા નીરની સાથે પ્રફુલ્લિત થઈ ગિરિમથક સાપુતારામાં 4 ઇંચ વરસાદ ડાંગ જિલ્લા ડીઝાસ્ટર વિભાગના જણાવ્યા અનુસાર સોમવારે સાંજે 6 વાગ્યાથી મંગળવારે સાંજે 6 વાગ્યા સુધીના 24 કલાક દરમિયાન 58 મિમી અર્થાત 2.32 ઈંચ,વઘઇ પંથકમાં 59 મિમી અર્થાત 2.36 ઈંચ.સુબીર પંથકમાં 29 મિમી અર્થાત 1.16 ઈંચ જ્યારે સૌથી વધુ સાપુતારા પંથકમાં 105 મિમી અર્થાત 4.2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
આ પણ વાંચોઃ Rainfall Forecast: ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ થશે, 23 જુલાઈથી ભારે વરસાદની આગાહી