ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગમાં સાર્વત્રિક વરસાદ થતા નદીઓમાં પાણીની આવક, નયનરમ્યો દ્રશ્યો સર્જાયા - Dang latest news update

ડાંગ જિલ્લાનાં ત્રણ તાલુકાઓમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ તૂટી પડતા જિલ્લાની અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગીરા નદીમાં પાણીની આવક વધી છે. જ્યારે ખેડૂતો રોપણીના કામમાં કાર્યરત થઈ ગયા છે. જિલ્લાના નીચાણવાળા વિસ્તારમાં વરસાદના પાણી ફરી વળ્યા હતા.

ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા નદીઓમાં પાણીની આવક વધી
ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા નદીઓમાં પાણીની આવક વધી

By

Published : Aug 12, 2020, 7:40 PM IST

ડાંગ: રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં છેલ્લા બે દિવસથી સારા પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ડાંગની લોકમાતા અંબિકા, ખાપરી, પૂર્ણા અને ગીરા નદી વહેતી થઇ છે. આ સાથે જ લાંબા અરસા બાદ વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ બનીને રોપણીના કામમાં કાર્યરત થઈ ગયા છે.

ડાંગ જિલ્લામાં વરસાદ વરસતા સમગ્ર પંથકોમાં પાણી ફરી વળ્યા છે. જેના લીધે ડાંગ જિલ્લાનું વાતાવરણ નયનરમ્ય બન્યું છે. ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, શામગહાન, સાકરપાતળ, વઘઇ, ઝાવડા, ભેંસકાતરી, કાલીબેલ, બરડીપાડા, સુબીર, બારખાંધ્યા, પીપલાઈદેવી, ચીંચલી, પીપલદહાડ, આહવા, બોરખલ,ગલકુંડ સહિત કાકરદા સાવરખડી ટેકપાડામાં સારા પ્રમાણમાં વરસાદ વરસ્યો હતો. જેના લીધે ડાંગના મુખ્ય રસ્તા પર આવેલા ધોધનાં દ્રશ્યો રમણીય બન્યા હતા.

ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા નદીઓમાં પાણીની આવક વધી

ડાંગ સહિત ઉપરવાસનાં કેચમેન્ટ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડતા જંગલ વિસ્તારનાં નાળા, ઝરણાઓ છલોછલ થઈ ગયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન મુખ્ય મથક આહવામાં 34 મીમી, વઘઇમાં 52 મીમી, સુબીરમાં 19 મીમી અને સાપુતારામાં 27 મીમી વરસાદ નોંધાયો હતો. ડાંગ જિલ્લામાં મોસમનો કુલ વરસાદ 26.15 ઇંચ નોંધાયો છે.

ABOUT THE AUTHOR

...view details