બહેનોની હેન્ડ બોલ સ્પર્ધામાં કુલ 7 ટીમો ઉપસ્થિત રહી હતી. રમતગમત પ્રશિક્ષણ કેન્દ્ર સાપુતારા ખાતે અન્ડર 17 ભાઈઓની ફૂટબોલની સ્પર્ધા યોજાઇ હતી. આ બંને સ્પર્ધાઓમાં એકલવ્ય મોડેલ રેસીડેન્શીયલ સ્કુલ આહવાની ટીમો વિજેતા થઇ હતી. આ વિજેતા ટીમ આગામી દિવસોમાં રાજ્ય કક્ષાએ રમવા માટે જશે. વિજેતા ટીમના કેપ્ટન અને ટીમને જિલ્લા વહીવટી તંત્ર અને રમતગમત વિભાગે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.
ડાંગ જિલ્લા ખેલ મહાકુંભમાં એકલવ્ય મોડેલ રેસીડેન્શીયલ સ્કુલ અગ્રેસર - એકલવ્ય મોડેલ રેસીડેન્શીયલ સ્કુલ
ડાંગઃ સંતોકબા ધોળકિયા વિઘામંદિર,માલેગામ ખાતે ખેલમહાકુંભ-2019ની હેન્ડ બોલ સ્પર્ધા અન્ડર 14 યોજાઇ હતી. જેમાં અનેક રમતોમાં એકલવ્ય મોડેલ રેસીડેન્શીયલ સ્કુલ, આહ્વા અગ્રેસર રહી છે.
Unique Model Residential School
ખેલાડીઓને તૈયાર કરનાર વ્યાયામ શિક્ષકો માવજીભાઇ ભોયે, જ્યોત્સનાબેન પવાર તથા રાજુભાઇ કામડીને એકલવ્ય મોડેલ રેસીડેન્શીયલ સ્કુલ આહવાના આચાર્યા સોનલ મેકવાને શુભકામના પાઠવી હતી.