ડાંગઃ આહવા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગુરુવારે આહવા તરફથી બાઇક સવાર પોતાના વતન કાલીબેલ તરફ જઈ રહ્યા હતા. ત્યારે તરૂણોની બાઇકને આહવાથી વઘઇને સાંકળતા રાજ્ય ધોરીમાર્ગના શિવઘાટ નજીકના આંબાના વળાકમાં એસટી બસે અડફેટમાં લેતા ઘટના સ્થળે બાઇક સવાર સમીર અનિલ ભોયે (ઉંમર 17) તથા મિતલ નીલેશ ચૌધરી બન્નેને શરીરનાં ભાગે ગંભીર ઇજાઓ પહોચી હતી
ડાંગમાં એસ.ટી. બસે બાઇકને અડફેેટે લેતા 2ના મોત - Dang
ડાંગ જિલ્લાનાં આહવાથી વઘઇને સાંકળતા રાજ્ય ધોરીમાર્ગનાં શિવઘાટ નજીક એસટી બસે બાઇક સવારોને અડફેટમાં લેતા ઘટના સ્થળે બાઇક સવાર બન્ને તરૂણોને ગંભીર ઈજા પહોચી હતી. જેથી બન્ને તરૂણોએ આહવા સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા.
ડાંગમાં એસ.ટી બસે અડફેટે લેતા બે તરૂણોનું મોત
બાઇક સવારોને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે નજીકની આહવા સિવિલ હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા. પરંતુ બન્ને તરૂણોએ સારવાર દરમ્યાન પોતાના અંતિમ શ્વાસ લીધા હતા. હાલ આહવા પોલીસે બસ મૂકી ભાગેલા અજાણ્યા બસ ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.