નેશનલ ફીટનેશ એસેસમેન્ટ ટ્રેનીંગ ઓફ ટ્રેનર તરીકે ડાંગના 2 શિક્ષકોની પસંદગી - વ્યાયામ શિક્ષકો
ડાંગ: ખેલો ઈન્ડિયા અંતર્ગત નેશનલ ફીટનેશએસેસમેન્ટ ટ્રેનીંગ ઓફ ટ્રેનર તરીકે ૪૫ વર્ષથી નીચેની ઉંમરના વ્યાયામ શિક્ષકોમાં ડાંગ જિલ્લાના બે શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી. જેમને સ્પોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના માર્ગદર્શન હેઠળ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે એક દિવસની તાલીમ આપવામાં આવી હતી.

Two teachers selected
સંતોક બા ધોળકિયા વિઘામંદિર,માલેગામના વ્યાયામ શિક્ષક વિરલભાઈ ડી. ટંડેલ અને એકલવ્ય મોડેલ રેસી ડેન્શીયલ સ્કુલ આહવાના વ્યાયામ શિક્ષક માવજીભાઈ બી.ભોયેને નેશનલ ફીટનેશ એસેસમેન્ટ ટ્રેનીંગ ઓફ ટ્રેનર TOTતરીકે પસંદગી થવા બદલ જિલ્લા શિક્ષણાધિકારી એમ.સી. ભુસારાએ અભિનંદન આપ્યા હતા.