ડાંગ: પ્રાપ્ત માહિતી અનુસાર ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારાનાં સાંઈબજારમાં માતા સાથે રહેતી બન્ને દિકરી શિવાનીબેન રાયપાભાઈ પુલેન. ઉ.18 તેમજ અંજલિબેન રાયપાભાઈ પુલેન.ઉ.16 જે બન્ને બુધવારે સવારે માતા સાથે કપડા ધોવા માટે સાપુતારા ખાતેનાં નવાગામ સ્થિત આવેલ તળાવનાં કિનારે ગઈ હતી.
તળાવનાં કિનારે કપડા ધોઈને આ બન્ને બહેનો તળાવમાં ન્હાવા માટે પડી હતી. જયા તળાવનાં ઊંડા પાણીમાં એક બહેન ડૂબતા બીજી બહેન તેને બચાવવા માટે ગઇ હતી. જયારે બન્ને બહેનોને ડૂબતા જોઇ માતાએ બુમાબુમ કરી મૂકી હતી.