ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ જિલ્લામાં ટ્રક અને ટેમ્પોના બે અલગ-અલગ ગંભીર અકસ્માત - બ્રેક ફેઈલ

ડાંગ જિલ્લાનાં સાપુતારા નજીક 2 અલગ-અલગ અકસ્તમાતની ઘટના સામે આવી છે. સાપુતારા ઘાટમાર્ગમાં માલસામાનનો જથ્થો ભરેલો આઇસર ટેમ્પો પલટી મારી ગયો હતો. જ્યારે મહાલથી બરડીપાડા ઘાટમાર્ગમાં સિમેન્ટનો જથ્થો ભરેલ ટ્રક પલટી મારી જતા અકસ્માત સર્જાયા હતા.

accident
accident

By

Published : Nov 1, 2020, 6:56 PM IST

  • ડાંગ જિલ્લામાં બે અલગ-અલગ ગંભીર અકસ્માત સર્જાયા
  • સાપુતારા ઘાટમાર્ગમાં માલસામાનનો જથ્થો ભરેલો આઇસર ટેમ્પો પલટી ગયો
  • મહાલથી બરડીપાડા ઘાટમાર્ગમાં સિમેન્ટનો જથ્થો ભરેલો ટ્રક પલટી ગયો
  • ચાલક અને ક્લીનરનો આબાદ બચાવ

ડાંગઃ નાસિક તરફથી માલસમાનનો જથ્થો ભરી બરોડા તરફ જઈ રહેલો આઈસર ટેમ્પો સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા ઘાટમાર્ગમાં પલટી મારી ગયો હતો. ટેમ્પોની બ્રેક ફેઈલ થઈ જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં માલસામાનનાં જથ્થામાં તૂટફૂટ સહિત આઇસર ટેમ્પાને જંગી નુકસાન થયું હતું. જ્યારે ચાલક અને ક્લીનરનો ચમત્કારિક બચાવ થયો હતો.

સિમેન્ટનો જથ્થો ભરેલ ટ્રક પલ્ટી ગયો

ટ્રક ચાલકે સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવ્યો

જ્યારે બીજા બનાવમાં આહવાથી મહાલ થઈ બરડીપાડાને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં મહાલ-બરડીપાડા ઘાટ માર્ગમાં સિમેન્ટનો જથ્થો ભરેલા ટ્રકના ચાલકે સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. આ બીજા અકસ્માતનાં બનાવમાં પણ ટ્રક સહીત સિમેન્ટનાં જથ્થાને જંગી નુકસાન થયું હતું. જ્યારે ચાલક સહીત ક્લીનરનાં શરીરનાં ભાગે નાની મોટી ઇજાઓ પોહચવાની સાથે તેઓનો ચમત્કારિક બચાવ થયો હતો.

ABOUT THE AUTHOR

...view details