- સાપુતારા સનરાઈઝ પોઇન્ટ પરથી મૃતદેહ મળી આવ્યો
- ઉમરપાડા ગામના ટુંડી ગામના રહીશનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો
- CCTV ફૂટેજના આધારે બે શંકાસ્પદોની રાજસ્થાનથી અટકાયત
ડાંગ: ગિરિમથક સાપુતારાના સનરાઈઝ પોઈન્ટ ઉપર ગત્ત 7 નવેમ્બરે સવારે શંકાસ્પદ હાલતમાં એક યુવાનનો મૃતદેહ સંરક્ષણ દીવાલની એંગલ સાથે ફાંસો ખાધેલી હાલતમાં લટકતો મળી આવ્યો હતો. જે અંગે ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક રવીરાજસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ LCB સહિત પોલીસની ટીમે હાથ ધરેલી તપાસમાં મૃતક યુવાન ઉમરપાડા પાસેના ટુંડીનો રહેવાસી અને ડ્રાઈવર તરીકે કામ કરતો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ ડાંગ પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરતા સાપુતારા સનરાઈઝ પોઈન્ટ પાસે આવેલા સીસીટીવી કેમેરામાં 7 નવેમ્બરે મળસ્કે પસાર થયેલી પ્રવાસી કાર દેખાતા હત્યાની આશંકા સાથે બે ઇસમોની ધરપકડ કરી હતી.