ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ અકસ્માતના બે બનાવ, લોકોનો ચમત્કારીક બચાવ - ડાંગ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ અકસ્માતના બે બનાવ

ડાંગ જિલ્લાનાં સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગના માલેગામ ઘાટમાર્ગમાં ટામેટાનો જથ્થો ભરેલો ટ્રક પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જ્યારે બીજા બનાવમાં આહવા માર્ગના મૂળચોંડ ગામ નજીક કાર પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો.

ડાંગ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ અકસ્માતના બે બનાવ, લોકોનો ચમત્કારીક બચાવ
ડાંગ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ અકસ્માતના બે બનાવ, લોકોનો ચમત્કારીક બચાવ

By

Published : May 22, 2020, 8:56 PM IST

ડાંગ: ગત રાત્રીના અરસામાં મહારાષ્ટ્રના સંગમનેર તરફથી ટામેટાનો જથ્થો ભરી ધોરાજી તરફ જઈ રહેલો ટ્રક જે સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગના માલેગામ ઘાટમાર્ગના ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેના યુટર્ન વળાંકમાં ચાલક દ્વારા અચાનક સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ ટ્રક માર્ગની સાઈમાં પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતના બનાવમાં ટ્રકને નુકસાન થયું હતું, જ્યારે ટામેટાનો જથ્થો નીચે પડીને વેરવિખેર થઈ ચગદાઈ જતા લાખો રૂપિયાનું નુકસાન થયું હતું.


આ બનાવમાં ચાલકને નાની મોટી ઈજાઓ પહોંચવાની સાથે ચમત્કારિક બચાવ થયો હતો.જયારે બીજા બનાવમાં વઘઇથી આહવાને સાંકળતા રાજ્ય ધોરીમાર્ગના મુળચોંડ ગામ નજીક મારુતિ કાર પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. ગતરોજ વાલોડ તરફથી આહવા તરફ જઈ રહેલી મારુતિ કાર જે આહવાથી વઘઇને સાંકળતા રાજ્યધોરી માર્ગના મૂળચોંડ ગામ નજીકના માર્ગમાં કાર ચાલક દ્વારા સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ કાર માર્ગની સાઈડના ખાડામાં ખાબકી પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતના બનાવમાં કાર ચાલક મહિલાનો આબાદ બચાવ થયો હતો,આ બનાવ સંદર્ભે કોઈ પોલીસ ફરીયાદ નોંધાઈ ન હતી.

ABOUT THE AUTHOR

...view details