ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગના માલેગામ ઘાટમાર્ગમાં ટ્રક પલ્ટી જતા અકસ્માત સર્જાયો - ડાંગમાં ટ્રક પલ્ટી જતા ડ્રાઇવર ઇજાગ્રસ્ત

ડાંગ જિલ્લાનાં સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટમાર્ગ પર માલસામાનનો જથ્થો ભરેલો ટ્રક પલ્ટી મારી ગયો હતો. જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

ETV bharat
ડાંગ માલેગામ ધાટમાર્ગમાં માલસામાન ભરેલો ટ્રક પલટી જતા અકસ્માત સર્જાયો

By

Published : Aug 27, 2020, 8:18 PM IST

ડાંગ: પ્રાપ્ત માહિતી અનુસાર ગતરોજ રાત્રીનાં અરસામાં તમિલનાડુ તરફથી સુરત તરફ જઇ રહેલો ટ્રક.નં.TN.28.AE3749 જે સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેનાં વળાંકમાં ચાલકે સ્ટિયરીંગ પર કાબૂ ગુમાવ્યો હતો.

ડાંગ: માલેગામ ધાટમાર્ગમાં માલસામાન ભરેલો ટ્રક પલટી જતા અકસ્માત સર્જાયો

જેથી ટ્રક માર્ગની સાઈડ સંરક્ષણ દીવાલ પર ચડી જતા પલ્ટી મારી ગયો હતો.આ અકસ્માતમાં ટ્રક સહિત માલસામાનનાં જથ્થાને જંગી નુકસાન થયું હતું. જેમાં ટ્રક ચાલક સહિત ક્લીનરને ઇજાઓ પહોંચતા તેઓને તાત્કાલીક સારવારનાં અર્થે 108 હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details