ગુજરાત

gujarat

ETV Bharat / state

સાપુતારા માલેગામ ઘાટમાર્ગ પર આઈસર ટેમ્પો પલ્ટી જતા અકસ્માત સર્જાયો - ડાંગમાં લીંબુ ભરેલા ટેમ્પાનું અકસ્માત

ડાંગ જિલ્લાનાં સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા-માલેગામ ઘાટમાર્ગમાં લીંબુનો જથ્થો ભરેલો આઈસર ટેમ્પો પલ્ટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

સાપુતારા માલેગામ ઘાટમાર્ગ પર આઈસર ટેમ્પો પલ્ટી જતા ડ્રાઈવર અને ક્લીનર ઇજાગ્રસ્ત થયા
સાપુતારા માલેગામ ઘાટમાર્ગ પર આઈસર ટેમ્પો પલ્ટી જતા ડ્રાઈવર અને ક્લીનર ઇજાગ્રસ્ત થયા

By

Published : Jun 11, 2020, 8:15 PM IST

ડાંગ: જિલ્લાનાં સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા-માલેગામ ઘાટમાર્ગમાં લીંબુનો જથ્થો ભરેલો આઈસર ટેમ્પો પલ્ટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

સાપુતારા માલેગામ ઘાટમાર્ગ પર આઈસર ટેમ્પો પલ્ટી જતા ડ્રાઈવર અને ક્લીનર ઇજાગ્રસ્ત થયા

મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રનાં વેજાપુરથી લીંબુનો જથ્થો ભરી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલા આઈસર ટેમ્પો નંબર જી.જે.03.એ.ઝેડ.8073 જે સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા માલેગામ ઘાટમાર્ગ પર અકસ્માત સર્જાયો હતો.

યુટર્નમાં ચાલક દ્વારા અચાનક સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા ટેમ્પો પલ્ટી મારી ગયો હતો. અકસ્માતના પગલે ઘટના સ્થળે લીંબુનાં જથ્થા સહિત આઈસર ટેમ્પાને જંગી નુકસાન થયું હતું. આ અકસ્માતનાં બનાવમાં આઈસર ટેમ્પો ચાલક અને ક્લીનરને શરીરનાં ભાગે નાની મોટી ઇજાઓ થવાની સાથે તેઓનો ચમત્કારિક બચાવ થયા હોવાની વિગતો સામે આવી છે.

ABOUT THE AUTHOR

...view details