ગુજરાત

gujarat

ETV Bharat / state

વન વિભાગના વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાયો - nayab van sanraxak nilesh pandya

વાંસદા નેશનલ પાર્ક ખાતે વન વિભાગના ત્રિવિધ કાર્યક્રમોનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ ત્રિવેણી સંગમ કાર્યક્રમમાં વિશ્વ ચકલી દિવસ, વિશ્વ વન દિવસ તથા બર્ડ ફેસ્ટીવલનો સમાવેશ થતો હતો. આ કાર્યક્રમમાં પર્યાવરણવિદોએ ભાગ લીધો હતો.

વાંસદા નેશનલ પાર્કમાં વન વિભાગમાં ત્રિવેણી સંગમ કાર્યક્રમનું આયોજન કરાયુ
વાંસદા નેશનલ પાર્કમાં વન વિભાગમાં ત્રિવેણી સંગમ કાર્યક્રમનું આયોજન કરાયુ

By

Published : Mar 22, 2021, 5:38 PM IST

  • વાંસદા નેશનલ પાર્કમાં વન વિભાગના ત્રિવેણી સંગમ કાર્યક્રમનું આયોજન
  • આ કાર્યક્રમમાં પર્યાવરણવિદોએ ભાગ લીધો હતો
  • વન્ય પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા
    વાંસદા નેશનલ પાર્કમાં વન વિભાગમાં ત્રિવેણી સંગમ કાર્યક્રમનું આયોજન કરાયુ

ડાંગઃ વાંસદા નેશનલ પાર્કનાં ત્રિવેણી સંગમ કાર્યક્રમમાં વલસાડ વર્તુળનાં મુખ્ય વન સંરક્ષક અને વાંસદાનાં રાજા તેમજ વન્ય પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઘેઘુર વનપ્રદેશ એવા દક્ષિણ ડાંગ વન વિભાગ હસ્તકના "વાંસદા નેશનલ પાર્ક" ખાતે વન વિભાગના ત્રિવિધ કાર્યક્રમોનો ત્રિવેણી સંગમ યોજાયો હતો. વલસાડ વન વર્તુળના મુખ્ય વન સંરક્ષક એસ.મહેશ્વર રાજાની ઉપસ્થિતિમા તથા વાંસદાના મહારાજા જ્યવીરેન્દ્રસિંહજી સહિત સુરત નેચર ક્લબના સદસ્યો, પર્યાવરણવિદો, પક્ષીપ્રેમીઓ વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમની સાર્થકતા સિદ્ધ કરી હતી.

વાંસદા નેશનલ પાર્કમાં વન વિભાગમાં ત્રિવેણી સંગમ કાર્યક્રમનું આયોજન કરાયુ

આ પણ વાંચોઃદક્ષિણ ડાંગના વાંસદા નેશનલ પાર્કમાં 50 વર્ષ બાદ ઢોલ પ્રજાતિનાં બે એશિયાટીક "વાઈલ્ડ ડોગ" દેખાયા

ત્રિદિવસીય કાર્યક્રમમાં ફિલ્મ નિદર્શન, પીપીટી પ્રેઝન્ટેશન દ્વારા માહિતી અપાઇ

વાંસદા નેશનલ પાર્કમાં વન વિભાગમાં ત્રિવેણી સંગમ કાર્યક્રમનું આયોજન કરાયુ

કાર્યક્રમ દરમિયાન દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક નીલેશ પંડ્યાએ "બર્ડ ફેસ્ટીવલ"નો ઉદ્દેશ સ્પષ્ટ કરી પક્ષીપ્રેમીઓના સહયોગથી રાત, દિવસ અને સાંજ એમ જુદા જુદા પ્રહરે મુક્ત ગગનમા વિહરતા વિહંગોની જાણપીછાણ કરી તેની નોંધણી હાથ ધરી હતી. ચુનંદા વનકર્મીની ટીમ સાથે ત્રિદિવસીય કાર્યક્રમ દરમિયાન પક્ષીઓના જીવનચક્રને દર્શાવતી ફિલ્મોના નિદર્શન સહિત, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન, તજજ્ઞોનુ વ્યાખ્યાન વગેરેના માધ્યમથી વિસ્તૃત જાણકારી પૂરી પાડવામા આવી હતી. આ કાર્યક્રમમાં નવસારીના રાજુ દેસાઈ, દમણના મરીના, સુરતના દર્શના, પરસોત્તમ અગ્રવાલ, હિતાક્ષી જેવા લોકોએ વિષય નિષ્ણાંત તરીકે સહયોગ પૂરો પડ્યો હતો. જેમને વનકર્મીઓ સહીત, નેચર ક્લબના સ્વયંસેવકો, બર્ડ ફેસ્ટીવલમા ભાગ લેવા આવેલા પક્ષીપ્રેમીઓ વગેરેનો સહયોગ સાંપડ્યો હતો.

વાંસદા નેશનલ પાર્કમાં વન વિભાગમાં ત્રિવેણી સંગમ કાર્યક્રમનું આયોજન કરાયુ

આ પણ વાંચોઃહરણ અને દિપડાં વચ્ચે ફૂડ ચેઈન બનાવવા વાંસદા નેશનલ પાર્કમાં શરૂ કરાયું ખાસ અભિયાન

વાંસદા નેશનલ પાર્કમાં જુદાં જુદાં કાર્યક્રમો યોજાયા હતા

કાર્યક્રમ ઉજવણી દરમિયાન "વિશ્વ ચકલી દિવસ" નિમિત્તે ચકલીઓના માળાઓના વિતરણ કરાયા હતા, "વિશ્વ વન દિવસ" ઉજવણીના ભાગરૂપે બાળવૃક્ષોનુ વાવેતર અને વિતરણ પણ કરાયુ હતુ. ત્રિવિધ કાર્યક્રમોમા ભાગ લેનારા પર્યાવરણ પ્રેમીઓ, પક્ષીવિદોને પ્રમાણપત્રો તથા સાહિત્યનુ પણ વિતરણ કરાયુ હતું. સમગ્ર કાર્યક્રમોનુ આયોજન અને વ્યવસ્થા વાંસદા નેશનલ પાર્કના અધિક્ષક જીગર પટેલ તથા તેમની ટીમે સંભાળી હતી. જયારે સાકરપાતળ રેન્જના પરિક્ષેત્ર વન અધિકારી ગણેશ ભોયે કાર્યકમના દસ્તાવેજીકરણમા તેમની ભૂમિકા અદા કરી હતી.

ABOUT THE AUTHOR

...view details