નવસારી:પ્રાકૃતિક ખેતી કરતા જિલ્લાની શાખ ધરાવતો ડાંગ જિલ્લો 100 ટકા પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો બન્યો છે. ડાંગ જિલ્લામાં મુખ્યત્વે નાગલી અને અડદ અહીંના મુખ્ય ધાન્ય પાકો છે ડાંગ જિલ્લો પર્વતીય વિસ્તારથી ઘેરાયેલો વિસ્તાર હોય અહીંના આદિવાસી ખેડૂતો હલકા ધાન્ય પાકોની ખેતી કરતા જોવા મળે છે. ડાંગ જિલ્લાની મહિલાઓ સમૂહ બાનવીને સરકારી મદદથી હવે નાગલી અને અડદના વ્યવસાયથી પગભર થઇ રહી છે.
મહિલાઓ થઇ પગભર:નાગલી, રાગી, અડદ, મોર્યો આ પાકમાંથી મૂલ્ય વર્ધિત કરી ઉત્પાદનો બનાવી શકાય તથા આ પાકોમાંથી કયા પ્રકારની જુદી-જુદી વાનગીઓ બનાવી શકાય અને આ વાનગીઓને આપણા આહારમાં કઈ રીતે લઈ શકાય તેની વિશેષ માહિતી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકોના માર્ગદર્શન અને સહયોગ લઈ તેનો વ્યવસાય શરૂ કર્યો છે. જૂની નાગલી 30-35 ના ભાવની અને નવી નાગલી 35-40 ના ભાવની ખરીદી થાય છે. રાગી, અળદ અને મોરિયો સહિતના પાકોને ખાસ દેશી પદ્ધતિથી ફણગારીને તૈયાર કરી જેમાં ખાસ આ ધાન્ય અનપોલિસ્ડ રાખવામાં આવે છે.
નાગલીમાંથી આવક: ખાસ કરીને મહિલા ખેડૂતો પોતાના વિસ્તારની નાગલીમાંથી મૂલ્ય વર્ધિત ઉત્પાદનો બનાવી સારી એવી આવક મેળવી રહ્યા છે કારણ કે નાગલીમાં અનેક ઔષધીય ગુણોથી ભરપૂર છે. જેમાં હાઈ કેલ્શિયમ અને આર્યન હોય છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે કારગર નિવડે છે સાથે જ કુપોષણમાં પણ રામબાણ સાબિત થાય છે. ગર્ભવતી અને ધાત્રી માતાઓ માટે પણ નાગલીનો આહાર ખૂબ ફાયદાકારક નિવડે છે.
નાગલીમાંથી બનતી પ્રોડક્ટની માગ: નાગલીમાંથી લોટ સહિત અલગ અલગ વાનગીઓ બનાવવામાં આવે છે. જેમાં નાગલી પાપડ, ફ્રાયમ્સ, બિસ્કીટ, કુપોષણ દૂર કરવા માટેની સુખડી જેવી બાય પ્રોડક્ટ મહિલા ખેડૂતો દ્વારા બનાવવામાં આવે છે. જેને અલગ અલગ શહેરોમાં સ્ટોલ લગાવી અને કૃષિ યુનિવર્સિટી દ્વારા યોજાતા મેળાઓ અને અન્ય મેળાઓ થકી આ પ્રોડક્ટોનું વેચાણ કરી રહી છે.