ગુજરાત

gujarat

ETV Bharat / state

Narmada Link Project : આદિવાસી સમાજની નર્મદા લિંક પ્રોજેક્ટને એક જ દિવસમાં બે રેલી યોજાઇ - Par Tapi Narmada River Link Project

આદિવાસીઓના પ્રશ્નોને (Tribal Community Protest) લઈ ડાંગમાં કોંગ્રેસ ધારાસભ્યે વિશાળ રેલી યોજાઇ હતી. આદીવાસી સમાજના પ્રશ્નોને લઈને આદિવાસી પ્રધાનો દિલ્હી જઈને કેન્દ્રના પ્રધાનો સાથે પણ યોજનાને (Narmada Link Project) લઈને વાર્તાલાપ કર્યો હતો. ત્યારે ગુજરાતના આગેવાનોએ જણાવ્યું કે, મૂળભૂત રીતે કોંગ્રેસ સરકારના (Dang Tribal Society Rally) સમયમાં સમગ્ર પાર-તાપી લિંક પ્રોજેક્ટ માટે તૈયારી કરી હતી.

Narmada Link Project : આદિવાસી સમાજની નર્મદા લિંક પ્રોજેક્ટને એક જ દિવસે બે રેલી
Narmada Link Project : આદિવાસી સમાજની નર્મદા લિંક પ્રોજેક્ટને એક જ દિવસે બે રેલી

By

Published : May 11, 2022, 10:48 AM IST

ડાંગ :દેશમાં નદીઓના જોડાણની વાત લગભગ સૌ પ્રથમ રાષ્ટ્રપતિ એ.પી.જે કલામે કરી હતી. માજી વડાપ્રધાન સ્વ અટલ વાજપેયીએ આ જોડાણનું સ્વપ્ન જોયું હતું. જે કદાચ હવે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં સાકાર થવા જઈ રહ્યું છે. ડાંગનાં જંગલ વિસ્તાર પટ્ટામાં 10,000 કરોડથી વધુના માતબર ખર્ચે ત્રણ (Narmada Link Project) મહાકાય ડેમ બનશે. તો બીજી તરફ ડાંગનાં 35થી વધુ ગામડાઓનાં 1700થી વધુ પરિવારોની જમીન અને તેઓનાં મૂલ્યવાન ઘરો ડુબાણમાં જશે. જે જળ જંગલ જમીન આદિવાસી સમાજનું અસ્તિત્વ છે.

કામને લઈને વિચારણા - ગુજરાતના આદિવાસી પ્રધાનો દિલ્હી જઈને કેન્દ્રના પ્રધાનો સાથે વિચારણા કર્યા બાદ આ યોજનાને હાલ પૂરતી આગળ નહીં વધારવાનું નક્કી કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, પાટીલની ઉપસ્થિતિમાં આદિવાસીઓના હિતમાં જ ગુજરાત નિર્ણય કરશે તેવું સ્પષ્ટ કર્યું હતું. બીજી તરફ ચૂંટણી ટાણે દક્ષિણ ગુજરાતના આદિવાસીઓની નારાજગી ભાજપને પરવડે તેમ ન હોવાથી મહારાષ્ટ્ર અને ગુજરાતની પાર-તાપી-નર્મદા નદીઓને જોડતી લિંક યોજનાને આખરે અભેરાઈ ચડાવી દેવામાં આવી છે. પાર-તાપી લિંક પ્રોજેક્ટને લઈને ગાંધીનગરમાં કોંગ્રેસની આગેવાનીમાં આદિવાસીઓનું વિરોધ (Tribal Community Protest) પ્રદર્શન યોજાયું હતું. આ વિરોધ કરવા માટે મોટી સંખ્યામાં પ્રદર્શન કર્તાઓ ગાંધીનગર પણ પહોંચ્યા હતા.

આ પણ વાંચો :રાહુલ ગાંધી આદિવાસીઓની રક્ષા માટે દાહોદ આવ્યા: રઘુ શર્મા

આદિવાસીઓમાં ભ્રમનો ભય - કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે નવી દિલ્હીમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના નેતૃત્વમાં આદિવાસી સાંસદો, ધારાસભ્યો અને આગેવાનોની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણ તેમજ જળશક્તિ પ્રધાન ગજેન્દ્રસિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના આગેવાનોએ જણાવ્યું કે, મૂળભૂત રીતે કોંગ્રેસ સરકારના સમયમાં સમગ્ર પાર-તાપી લિંક પ્રોજેક્ટ માટે તૈયારી કરી હતી. હવે કોંગ્રેસ દ્વારા જ આદિવાસીઓમાં ભ્રમનો ભય (Par Tapi Narmada River Link Project) ઉભો કરાયો છે. ત્યારે હાલ પ્રોજેક્ટને સ્થગિત કરવો જોઈએ.

આ પણ વાંચો :કૉંગ્રેસની સરકાર આવશે તો અમે તાપી પાર નર્મદા રિવરલિન્ક પ્રોજેક્ટ બંધ કરી દઈશુંઃ રાહુલ ગાંધી

કોંગ્રેસ શાસન યોજના સર્વે પૂર્ણ કર્યા - આ બેઠક દરમિયાન ગજેન્દ્રસિંગે જણાવ્યું કે, જ્યાં સુધી બંને રાજ્યોની સંમતિ ન હોય ત્યાં સુધી એકપણ રિવર લિંકિંગ પ્રોજેક્ટ આગળ વધવાનો પ્રશ્ન જ નથી. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય બજેટમાં પાર-તાપી-નર્મદા સહિત દેશમાં પાંચ લિન્ક યોજનાઓની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારથી જ દક્ષિણ ગુજરાતના આદિવાસીઓમાં ઉગ્ર વિરોધ ફાટી નીકળ્યો હતો. 1990માં કોંગ્રેસ શાસન વખતે કેન્દ્ર સરકારથી માંડીને મહારાષ્ટ્ર સરકારે પાર-તાપી યોજના સર્વે પૂર્ણ કર્યા હતા. આ ઉપરાંત પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ (Dang Tribal Society Rally) મામલે આદિવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો હતો. આ રોષને પામી સરકારના પ્રધાનો અને ધારાસભ્યો પ્રતિનિધિમંડળ દિલ્હી જઈ આદિવાસી સમાજની લાગણી કેન્દ્ર સરકાર સમક્ષ મૂકવામાં આવી હતી. ત્યારબાદ કેન્દ્ર સરકારે આ પ્રોજેક્ટને સ્થગિત કરી દીધો છે.

ABOUT THE AUTHOR

...view details