ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ જિલ્લાનાં આહવા સનસેટ પોઇન્ટ ઉપર થશે 'વન વાવેતર' - tree plantation

'કોરોના કાળ' મા લાચાર માનવીઓએ અનુભવેલી 'ઓક્સિજન'ની અગત્યતા બાદ લોકોનો 'વૃક્ષપ્રેમ' જાગૃત કરવાના ભાગરૂપે આહવા ખાતે મોટા પાયે વૃક્ષ વાવેતર કરાશે.

ડાંગ જિલ્લાનાં આહવા સનસેટ પોઇન્ટ ઉપર થશે 'વન વાવેતર'
ડાંગ જિલ્લાનાં આહવા સનસેટ પોઇન્ટ ઉપર થશે 'વન વાવેતર'

By

Published : May 25, 2021, 8:08 PM IST

  • કોરોના કાળમાં ઓક્સિજનના અભાવે વૃક્ષ પ્રેમ જાગૃત થયો
  • વૃક્ષારોપણ થકી લોકોમાં વૃક્ષો વિશેની અગત્યતા ફેલાવવામાં આવશે
  • આહવા નગરના જાગૃત યુવાનો દ્વારા વૃક્ષારોપણ

ડાંગ: આહવાના જનસેવા ગ્રૂપ, અને સાયબર ગ્રૂપ દ્વારા આહવા ગ્રામ પંચાયતના સહયોગથી નગરના સનસેટ પોઇન્ટ ઉપર વૃક્ષ વાવેતર કરાશે. વડ, પીપળો, લીમડો, ખેર, સરગવો, ગુલમહોર, ગરમાળો, સિંદૂર જેવા વૃક્ષોનું મોટાપાયે વાવેતર કરીને અહીં એક 'ઓક્સિજન પાર્ક' તૈયાર કરવાની દિશામા વિચારણા હાથ ધરાઈ રહી છે. આ સાથે અહીં પી.પી.પી. ધોરણે સનસેટ પોઇન્ટની ફરતે તાર ફેન્સિંગ, ગાર્ડન અને શૌચાલય જેવી આવશ્યક સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવાનું આયોજન કરાયુ છે.

આહવાના સેવાભાવી યુવાનો દ્વારા વૃક્ષારોપણ હાથ ધરવામાં આવશે

વૃક્ષારોપણની કામગીરીમાં વીજ વિભાગ ખાડા ખોદવા સાથે માટી અને ખાતર પુરવાની કામગીરીમા સહયોગી બનશે. આ પ્રેરણાત્મક કામગીરીની બ્લુપ્રિન્ટ તૈયાર કરવા માટે આહવાના સરપંચ હરિરામ સાવંત સહિત જનસેવા ગ્રુપ, અને સાયબર ગ્રુપના સ્વયંસેવકો, વીજ કંપનીના નાયબ ઈજનેર વી.ડી.પટેલ, નગર અગ્રણી સર્વ રાજુભાઇ દુસાણે, લક્ષ્મણભાઇ કાનડે સહિતના સેવાભાવીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details