ગુજરાત

gujarat

ETV Bharat / state

આહ્વા ખાતે સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ્સ અંગે તાલીમ યોજાઈ - News of dang'

ડાંગ: જિલ્લા આયોજન કચેરી દ્વારા સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ ( નિરંતર વિકાસના ધ્યેય) હાંસલ કરવા માટે ડાંગ દરબાર હોલ આહ્વા ખાતે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આહ્વા તાલુકાની આંગણવાડી બહેનો, આશાવર્કરો, ફીમેલ હેલ્થ વર્કરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Etv Bharat

By

Published : Oct 16, 2019, 6:57 PM IST

જિલ્લા આયોજન અધિકારી અને નિવાસી નાયબ કલેકટર ટી.કે.ડામોરે સેમીનારને સંબોધતા જણાવ્યું હતું કે, તાલુકા સ્તરે સેવા બજાવતા કર્મચારીઓ જેવા કે આંગણવાડી બહેનો, આશા બહેનો, ફીમેલ હેલ્થ વર્કરો ગ્રાસરૂટ ઉપર પાયારૂપ સેવાઓ બજાવે છે. યુનાઈટેડ નેશન્સ દ્વારા નક્કી કરાયેલ 17 જેટલા ગોલ્સની વિસ્તૃત માહિતી આ તાલીમાર્થીર્ઓને આપવામાં આવી છે.

આહવા ખાતે સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ્સ અંગે તાલીમ યોજાઈ
આહવા ખાતે સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ્સ અંગે તાલીમ યોજાઈ
આહવા ખાતે સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ્સ અંગે તાલીમ યોજાઈ

સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ ( SDG)ની સમગ્ર માહિતી જિલ્લા આયોજન કચેરીના સતીષભાઈ સૈંદાણે દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન નિદર્શન કરી આપવામાં આવી હતી. સવારે 10:30થી બપોરે 3 વાગ્યા સુધી આ કાર્યક્રમમાં કુલ 178 જેટલા બહેનોએ ભાગ લીધો હતો. પ્રાથમિક શાળાના આચાર્યો, તલાટી, ગ્રામ સેવકોને પણ આ તાલીમમાં સહભાગી થવાનું રહેશે.

ABOUT THE AUTHOR

...view details