ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat rain update: ડાંગ જિલ્લામાં ઝરમરીયો વરસાદ, કોઝવે ઉપરથી પાણી ઓસરતા વાહન વ્યવહાર સામાન્ય બન્યું - Rain news

ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં ગુરુવારે વરસાદનું જોર ધીમું પડતા નદી નાળા અને કોતરડાઓનાં તેજ વહેણ શાંત સ્વરૂપમાં આવી વહેતા થયા છે. ડાંગની ચારેય નદીઓને સાંકળતા ડુબાવ કોઝવેના પુલ ઉપરથી પાણી ઓસરી જતા ડાંગી જનજીવન પૂર્વરત ધબકતુ થયું હતું.

Dang's latest news
Dang's latest news

By

Published : Jul 29, 2021, 10:54 PM IST

  • ડાંગ જિલ્લામાં વરસાદનું જોર ઘટ્યું
  • ચારેય નદીઓમાં પાણીનું સ્તર ઘટ્યું
  • કોઝવે ઉપરથી પાણી ઓસરી જતાં વાહન વ્યવહાર ચાલું થયો
  • વરસાદી માહોલમાં મનમોહક બન્યું વાતાવરણ

ડાંગ: જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી મહેરની ધબધબાટી યથાવત રહેતા સર્વત્ર પાણી પાણીનાં નીર રેલાયા છે. બુધવારથી જિલ્લામાં વરસાદ (rain) નું જોર ધીમું પડતાં જિલ્લાની ચારેય નદીઓમાં પાણીનાં સ્તર (water level) પણ ઘટ્યાં છે.

ડાંગ જિલ્લામાં વરસાદનું જોર ઘટ્યું, વાતાવરણ મનમોહક બન્યું

જિલ્લામાં વરસાદી માહોલ (Rainy weather) નાં પગલા નદી, નાળા, વહેળા, કોતરડા અને ઝરણાઓમાં અખૂટ પાણીની આવક વધી છે. જેના પગલે ડાંગ જનજીવન હોંશે હોંશે વિવિધ પાકોની રોપણીમાં જોતરાઈ ગયુ છે. જિલ્લામાં વરસાદી માહોલ (Rainy weather) ની સાથે જંગલ વિસ્તાર (jungle area) માં આવેલા ગિરીકન્દ્રા તથા નાનકડા જળધોધ પણ ખીલી ઉઠતા વાતાવરણ મનમોહક બન્યું છે.

આ પણ વાંચો: Gujarat rain update: બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશી

જિલ્લાનાં ચારેય કોઝવે ઉપરથી પાણી ઓસર્યા

ગુરુવારે ગિરીમથક સાપુતારા, વઘઇ, આહવા, સુબિર સહીત પૂર્વપટ્ટી તેમજ સરહદીય પંથકોમાં વરસાદી મહેરનું જોર ધીમુ પડતા અંબિકા, ગીરા, ખાપરી અને પૂર્ણા નદીનાં તેજ વહેણ શાંત સ્વરૂપમાં વહેતા જોવા મળ્યા હતા. સાથે આ ચારેય નદીઓને જોડતા ડુબાવ કોઝવે (Causeway) ઉપરથી ગુરુવારે પાણી ઓસરી જતા ડાંગી જનજીવન ધબકતુ જોવા મળ્યું હતુ.

આ પણ વાંચો: Gujarat rain update: વલસાડમાં સીઝનના કુલ વરસાદ સામે 15 ટકા, દમણમાં 8 ટકા ઓછો વરસાદ નોંધાયો

છેલ્લા 24 કલાક દરમિયાન ડાંગ જિલ્લાનો વરસાદ

જિલ્લા ડીઝાસ્ટર વિભાગ (District Disaster Department) નાં જણાવ્યા અનુસાર બુધવારે સાંજે 6 વાગ્યાથી ગુરુવારે સાંજે 6 વાગ્યા સુધીનાં 24 કલાક દરમિયાન આહવા પંથકમાં 5 mm, વઘઇ પંથકમાં 10 mm, સુબિર પંથકમાં 8 mm જ્યારે સાપુતારા પંથકમાં 11 mm જેટલો વરસાદ નોંધાયો હતો.

ABOUT THE AUTHOR

...view details