રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારા હવા ખાવાના સ્થળ તરીકે પ્રખ્યાત છે. અહીં દરેક ઋતુમાં કુદરતી સોંર્દયનો આસ્વાદ માણવા માટે પ્રવાસીઓનો નોંધપાત્ર ધસારો જોવા મળી રહે છે. તેવામાં હાલ ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે ગિરિમથક સાપુતારા ખાતે કુદરતી સૌંદર્યનો લ્હાવો માણવા પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. અહીંના સમગ્ર સ્થળોનું વાતાવરણ વિવિધ નાદોનાં ગુંજારવની સાથે ગુંજી ઉઠ્યું હતું. શનિવારે ધોધમાર વરસાદ હોવા છતાં પણ સાપુતારા ફરવા આવેલા પ્રવાસીઓએ સર્પગંગા તળાવમાં બોટીંગ રાઈડની બોટ સવારી, વયતી રિસોર્ટની રોપવે સવારી, બોટીંગ નજીક વિવિધ એડવેન્ચર એક્ટિવિટીઓ તથા ગવર્નર હિલ પર ઘોડેસવારી, ઉંટ સવારીની મઝા માણી હતી.
સાપુતારામાં વરસાદથી સમગ્ર વાતાવરણમાં શીતલહેર, શનિ-રવિમાં પ્રવાસીઓની ભીડ જામી - gujaratinews
ડાંગ: રાજ્યના એકમાત્ર ગિરિમથક એવા સાપુતારા ખાતે મેઘરાજાએ આગમન કરતાં ઠંડક થવાની સાથે સાપુતારાનું સોંદર્ય જાણે ખીલી ઉઠ્યું છે. ઠંડીમાં રાહત લેવા માટે પ્રવાસીઓની ભીડ ઉમટી પડી છે. શનિવારના વરસેલા ધોધમાર વરસાદને પગલે રવિવારે સવારથી જ સમગ્ર વાતાવરણ ધુમ્મસમય બની જવા પામ્યું હતું. ધુમ્મસમય વાતાવરણ વચ્ચે પણ બોટીંગ, રોપવે અને વિવિધ એડવેન્ચર એક્ટિવિટીના ઘોડાપુર મનોરંજન દ્વારા પ્રવાસીઓનો ઉત્સાહ બેવડાયો હતો.
![સાપુતારામાં વરસાદથી સમગ્ર વાતાવરણમાં શીતલહેર, શનિ-રવિમાં પ્રવાસીઓની ભીડ જામી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3708389-thumbnail-3x2-saputara.jpg)
સાપુતારામાં વરસાદથી સમગ્ર વાતાવરણમાં શીતલહેર
સાપુતારામાં વરસાદથી સમગ્ર વાતાવરણમાં શીતલહેર, શનિ-રવિમાં પ્રવાસીઓની ભીડ જામી
શનિવારે ધોધમાર વરસાદને પગલે સાપુતારામાં 66 MM વરસાદ નોંધાયો હતો. રાત્રિ દરમિયાન વરસાદ બંધ હતો, પણ સવારના સમયમાં ધૂમ્મસમય વાતાવરણમાં વરસાદનાં છાંટા સાથે સમગ્ર સાપુતારામાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો હતો. રજાઓ માણવા આવેલા પ્રવાસીઓએ ઠંડી અને ધુમ્મસમય વાતાવરણ વચ્ચે પણ આનંદ માણતા જોવા મળ્યા હતા. ટેબલ પોઈન્ટ પર પ્રવાસીઓની સખત ભીડ જોવા મળી હતી. સવારથી લઈને સાંજના સમય સુધી ભીડ જોવા મળી હતી.