- કોરોના મહામારીના કારણે ડાંગ વહીવટી તંત્રનો મહત્વપૂર્ણ નિર્ણય
- ડાંગના પ્રવાસન સ્થળો બહારથી આવતા પ્રવાસીઓ માટે બંધ કરાયા
- વઘઇ ગીરાધોધ, બોટનીકલ ગાર્ડન, કેમ્પ સાઇટ બંધ કરાયા
ડાંગ: રાજ્યમાં કોરોના વિસ્ફોટને લઈને ડાંગ વહિવટી તંત્રએ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જેમાં ડાંગ જિલ્લામાં આવતા પ્રવાસીઓ માટે ગીરા ધોધ, બોટોનીકલ ગાર્ડન સહિત કેમ્પ સાઇટ બંધ રાખવામાં આવશે.
કોરોના મહામારીના કારણે ડાંગ જિલ્લામાં પ્રવાસન સ્થળો બંધ કરાયા બહારથી આવતા પ્રવાસીઓ માટે પ્રવાસન સ્થળો બંધ
ડાંગ જિલ્લાના વઘઇ ગીરાધોધ, બોટનીકલ ગાર્ડન, કેમ્પ સાઇટ સહિત તમામ પ્રવાસન સ્થળોએ સુરક્ષા ગાર્ડ મુકીવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે આગામી સુચના ન મળે ત્યા સુધી દરેક સ્થળે સુરક્ષા ગાર્ડ મૂકવામાં આવ્યા છે. જેને લઈને બહારથી આવતા પ્રવાસીઓ સાથે સંઘર્ષ ન થાય અને કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે નિર્ણય કરવામાં આવ્યો છે.
કોરોના મહામારીના કારણે ડાંગ જિલ્લામાં પ્રવાસન સ્થળો બંધ કરાયા - ડાંગ જિલ્લાના અન્ય સમાચારો
ડાંગ જિલ્લાનાં ડોન હિલ સ્ટેશન પર કુદરતનો અદ્ભૂત નજારો માણવા પ્રવાસીઓ ઉમટ્યા
ડાંગ જિલ્લાના પૂર્વ બાજુ આવેલા પ્રખ્યાત ડોન હિલ સ્ટેશન ઉપર રમણીય દ્રશ્યો સર્જાતા પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો હતો. લોકો અદભૂત કુદરતી સૌંદર્યનો આનંદ માણતા અને સેલ્ફી પડાવતા જોવા મળ્યા હતા.
કોરોના મહામારીના કારણે ડાંગ જિલ્લામાં પ્રવાસન સ્થળો બંધ કરાયા ડાંગ : ગિરિમથક સાપુતારામાં વેકેશન દરમિયાન પ્રવાસીઓનો મેળાવડો જામ્યો
કોરોનાં મહામારીના કારણે લોકડાઉન દરમિયાન તમામ પ્રવાસન સ્થળો બંધ રાખવામાં આવ્યા હતા. જે બાદ હવે સરકારની ગાઈડલાઈન મુજબ ફરી શરૂ કરવામાં આવ્યા છે, ત્યારે સાપુતારા ખાતે પણ પ્રવાસીઓમાં વધારો જોવા મળી રહ્યો છે.
કોરોના મહામારીના કારણે ડાંગ જિલ્લામાં પ્રવાસન સ્થળો બંધ કરાયા