ડાંગઃ ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકા બાદ સુબીર તાલુકામાં પણ ધીમી ગતિએ કોરોનાનું સંક્રમણ વધતા શનિવારે એક કોરોનાનો કેસ નોંધાયો હતો. જિલ્લામાં કુલ કેસો 24 નોંધાયા છે.
ડાંગના સુબીર તાલુકામાં એક યુવક કોરોના પોઝિટિવ, કુલ કેસ 24 - ડાંગ કોરોના અપડેટ
ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકા બાદ સુબીર તાલુકામાં પણ ધીમી ગતિએ કોરોનાનું સંક્રમણ વધતા શનિવારે એક કોરોનાનો કેસ નોંધાયો હતો. જિલ્લામાં કુલ કેસો 24 નોંધાયા છે.
રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં ધીરે ધીરે કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહયું છે. ડાંગ જિલ્લામાં વઘઇ તાલુકા બાદ હાલમાં સુબીર તાલુકામાં પણ કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે. ડાંગ જિલ્લામાં "કોરોના"ના સંક્રમણ વચ્ચે શનિવારે સુબીર તાલુકામાં પણ વધુ એક કોરોના પોઝિટિવ કેસ સામે આવવા પામ્યો છે. સુબીર તાલુકાનાં લાંબાસોંઢા ગામે રહેતા અને "ટોરેન્ટ"માં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા 27 વર્ષીય યુવકનો "કોરોના" રિપોર્ટ આજરોજ પોઝેટિવ આવ્યો છે. 3-4 દિવસ પહેલા ડાંગનાં વતનમાં પરત ફરેલા આ યુવકનો "કોરોના" ટેસ્ટ પોઝિટિવ આવતા જિલ્લા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ હતી.
હાલમાં ડાંગ જિલ્લા વહીવટી તંત્રની ટીમ દ્વારા લાંબાસોઢા ગામ સહિત આસપાસનાં વિસ્તારને કન્ટેન્ટમેન્ટ તથા બફરઝોન એરિયા જાહેર કરી અવર જવર માટે પ્રતિબંધ મૂક્યો છે.