ગુજરાત

gujarat

ETV Bharat / state

આજે વિશ્વ યોગ દિવસ, ડાંગ બનશે યોગમય - Gujarati News

ડાંગઃઆજે 21મી જૂને વિશ્વ યોગ દિવસ નિમિતે  ડાંગ જિલ્લો પણ યોગમય બને તે હેતુસર જિલ્લા અને તાલુકા કક્ષાએ 10 સ્થળોએ મુખ્ય કાર્યક્રમોના આયોજન સહિત, ગ્રામીણકક્ષા અને શાળા કક્ષાએ પણ મોટે પાયે યોગના કાર્યક્રમોનું આયોજન, ડાંગ જિલ્લાના વહિવટ તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યુ  છે.

આજે વિશ્વ યોગ દિવસ, ડાંગ બનશે યોગમય

By

Published : Jun 21, 2019, 3:43 AM IST

​તા.21મી જૂન-વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવાના ભાગરૂપે કાર્યક્રમના આયોજન તથા અમલીકરણ અર્થે વિવિધ સમિતિઓની રચના કરીને, ઉચ્ચકક્ષાના અધિકારી અને પદાધિકારીઓને તેના લાયઝન તથા નોડલ તરીકેની જવાબદારી સુપ્રત કરવા સાથે ટ્રેનર અને માસ્ટર ટ્રેનરોની પસંદગી કરી, તેમને આ કાર્યક્રમ માટે ફરજ નિયુક્ત કરવામાં આવ્યા છે.

​ડાંગ જિલ્લામાં જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ ડાંગ સ્વરાજ આશ્રમ આહવા ખાતે તા.21મી જૂને સવારે 7 વાગ્યે યોજાશે. જેમાં ગુજરાત માટીકામ,કલાકારી અને ગ્રામ્ય ટેકનોલોજી સંસ્થા, અધ્યક્ષ શ્રી દલસુખભાઈ પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને યોજાશે, આહવાના નગરજનોને મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાવાનો કલેકટરશ્રીએ અનુરોધ કર્યો છે.

આહવા ખાતે ડાંગ સ્વરાજ આશ્રમ ,પોલીસ પરેડ ગ્રાઉન્ડ, રંગ ઉપવન, ખેડૂત તાલીમ કેન્દ્ર, દીપદર્શન સ્કૂલ અને ગિરિમથક સાપુતારા ખાતે લેક વ્યૂ ગાર્ડન ખાતે પણ યોગ નિદર્શનના કાર્યક્રમો યોજાનાર છે. આહવા ઉપરાંત જિલ્લાના વધઇ તાલુકામાં તાલુકા મથક ખાતે સરકારી ખેતીવાડી માધ્યમિક શાળા, અને તાલુકા સેવા સદન ખાતે, તથા સુબિર તાલુકા મથકે ઔઘોગિક તાલીમ સંસ્થા, અને નવજ્યોત હાઇસ્કૂલ ખાતે પણ યોગના કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત ગ્રામ્યકક્ષાએ શાળા કક્ષાએ આયોજિત કાર્યક્રમમાં પણ સ્થાનિક વિઘાર્થીઓ, સ્વૈચ્છિક સંસ્થા,મંડળોના કાર્યકરો, ગ્રામીણજનો વિગેરેની ઉપસ્થિતિમાં સવારે 7 થી 8 વાગ્યા દરમિયાન સામુહિક યોગ નિદર્શનના કાર્યક્રમોનું સૂક્ષ્મ આયોજન રુપે કલેકટરશ્રી એન.કે.ડામોરે ઉપયોગી માર્ગદર્શન આપ્યુ હતું. નિવાસી અધિક કલેક્ટર શ્રી ટી.કે.ડામોરે કાર્યક્રમના સૂચારૂ આયોજન અને અમલીકરણ બાબતે સંબંધિત અધિકારીઓ, સંસ્થાઓને ઉપયોગી માર્ગદર્શન પુરૂ પાડી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા અનુરોધ કર્યો છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details