ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગમાં સુબિર અને વઘઇ તાલુકામાં કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ વધારા મુદ્દે વિરોધ

ડાંગ જિલ્લા સુબિર અને વઘઇ તાલુકા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખની આગેવાનીમાં શનિવારે કોંગ્રેસી કાર્યકરો દ્વારા પેટ્રોલ ડીઝલનાં ભાવ વધારા મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું હતુ. પેટ્રોલ ડીઝલનાં ભાવ વધારા મુદ્દે વિરોધ કરી રહેલાં બન્ને તાલુકામાં કોંગી કાર્યકરોને પોલીસે ડિટેન કર્યા હતા.

ડાંગમાં સુબિર અને વઘઇ તાલુકામાં કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ વધારા મુદ્દે વિરોધ
ડાંગમાં સુબિર અને વઘઇ તાલુકામાં કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ વધારા મુદ્દે વિરોધ

By

Published : Jun 12, 2021, 9:07 PM IST

  • ડાંગમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારા મુદ્દે કોંગ્રેસનો વિરોધ
  • સુબિર અને વઘઇ તાલુકામાં કોંગ્રેસનો વિરોધ
  • પોલીસે વિરોધ કરી રહેલા કોંગી કાર્યકરોને ડિટેન કર્યા

ડાંગ: પેટ્રોલ ડીઝલનાં ભાવ વધારાને લઈને કોંગ્રેસ પાર્ટી દ્વારા દેશ અને રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. જેમાં, શનિવારના રોજ ડાંગ જિલ્લાનાં સુબિર અને વઘઇ તાલુકાનાં કોંગ્રેસ પાર્ટીનાં ચૂંટાયેલા આગેવાનોએ પ્રજાલક્ષી મુદ્દાઓને લઈ સરકારનો વિરોધ કર્યો હતો.

ડાંગમાં સુબિર અને વઘઇ તાલુકામાં કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ વધારા મુદ્દે વિરોધ

આ પણ વાંચો:પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઈ ગુજરાત કોંગ્રેસનો રાજ્યવ્યાપી ધરણા, અમદાવાદના સી.જી રોડ પર નોંધાવ્યો વિરોધ

કોંગ્રેસનો પેટ્રોલ ડીઝલના ભાવ વધારા મુદ્દે વિરોધ

સરકારનાં દિન-પ્રતિદિન પેટ્રોલ ડીઝલનાં ભાવ વધારા મુદ્દે ગતરોજ ડાંગ કોંગ્રેસે આહવામાં આવેલા પેટ્રોલપંપ પાસે ભેગા થઈને સરકારનો વિરોધ કર્યો હતો. જ્યારે, શનિવારે સુબિર અને વઘઇ તાલુકાનાં કોંગ્રેસી આગેવાનોની ઉપસ્થિતમાં સુબિર ચાર રસ્તા પર વિરોધ નોંધાવ્યો હતો.

આ પણ વાંચો:પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી કોંગ્રેસે ગાંધીનગરમાં ધરણા કરી વિરોધ પ્રદર્શન કર્યું, પોલીસે કરી અટકાયત

વિરોધ કરી કરેલાં કોંગ્રેસનાં કાર્યકરોને પોલીસે ડિટેન કર્યા

પેટ્રોલ ડીઝલના ભાવ વધારા મુદ્દે વિવિધ પોસ્ટરો સાથે કોંગ્રેસનાં કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યા હતા. સરકારની મોંઘવારીની નીતિ સામે કોંગ્રેસનાં કાર્યકરોએ નારાઓ બોલાવ્યા હતા. વઘઇ તાલુકા પંચાયતના વિરોધ પક્ષનાં નેતા પાંડુરંગભાઈ, જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા ગીતા મુકેશ પટેલ, યુવા કોંગ્રેસનાં આગેવાન તુષાર કામડી તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં મંત્રી બબલુભાઈ ઉર્ફ તરબેઝ સહિતનાં કાર્યકર્તાઓને પોલીસે ડિટેન કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details