ગુજરાત

gujarat

ETV Bharat / state

સાપુતારા ખાતે સખી વન સ્ટોપ સેન્ટરે અજાણી મહિલાનું પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું - Surat

ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે રખડતી, રઝળતી હાલતમા મળી આવેલ એક અજાણી મહિલાનું આહવાના સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા તેણીના પરીવાર સાથે પુનઃ મિલન કરાવ્યું છે.

સાપુતારા ખાતે અજાણી મહિલાનુ સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા મહિલાનાં પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું
સાપુતારા ખાતે અજાણી મહિલાનુ સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા મહિલાનાં પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું

By

Published : Dec 21, 2020, 2:59 PM IST

Updated : Dec 21, 2020, 3:15 PM IST

  • ગિરિમથક સાપુતારા ખાતે રઝળતી મહિલાનું સખી વન સ્ટોપ સેન્ટર આહવાએ પરિવાર જનો સાથે મિલન કરાવ્યું
  • મહિલાનું કાઉન્સિલિગ કરી, પોલીસની મદદથી મહિલાના પરિવારની શોધખોળ કરી હતી
  • સખી વન સ્ટોપ સેન્ટર આહવા દ્વારા સુરત ખાતે મહિલાના પરિવાર સાથે મિલન કરાવ્યું

ડાંગઃ જિલ્લાના સાપુતારા ખાતે રાત્રીના 9 વાગ્યાના સુમારે એક અજાણી મહિલા રઝળતી, રખડતી હાલતમા 181- અભયમની ટીમને મળી આવી હતી. જેને આહવાના સખી વન સ્ટોપ સેન્ટર ખાતે લાવવામા આવી હતી. અહી આ મહિલાને આશ્રય સાથે તેણીની તબીબી સારવાર કરવામાં આવી હતી. ત્યારબાદ આ મહિલાનુ કાઉન્સેલિંગ હાથ ધરાયું હતું. જેમા આ મહિલા કોઈ પણ પ્રકારની માહિતી આપી શકી ન હતી.

સાપુતારા ખાતે અજાણી મહિલાનુ સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા મહિલાનાં પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું

સખી વન સ્ટોપ સેન્ટર આહવા દ્વારા મહીલાના પરિવારની શોધ કરી ઘરનો સપર્ક કર્યો

"સખી" દ્વારા આ મહિલાના પરિવારની શોધખોળ માટે આહવા પોલીસ સ્ટેશનની મદદ મેળવવામા આવી હતી. જેમાં આ મહિલાના પરિવારજનનો સંપર્ક નંબર મળી આવતા તેમને આ અંગેની જાણ કરવામા આવી હતી.

સુરતની મહિલાને તેના ઘરે પહોંચાડવામાં આવી

છેલ્લા 12 દિવસથી ઘરે કોઈને કંઈ પણ કહ્યા વિના તેણીના ઘરે સુરતથી નીકળી ગયેલી આ મહિલાને સખી વન સ્ટોપ સેન્ટરના કર્મયોગીઓ દ્વારા સુરત તેણીના ઘરે મૂકી આવવામા આવી હતી. જ્યાં આ મહિલાને સહી સલામત હાલતમા જોઇને તેણીના પરિવારજનોએ ખુશી અને આનંદની લાગણી વ્યક્ત કરી "સખી" તથા ડાંગ જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

Last Updated : Dec 21, 2020, 3:15 PM IST

ABOUT THE AUTHOR

...view details