ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ જિલ્લામાં સરકાર દ્વારા અપાતુ રાશન છેવાડાના ગામ સુધી પહોંચતા ગ્રામજનોએ ખુશી વ્યકત કરી - Dang administration

કોરોના વાઇરસને કારણે દેશમાં લોકડાઉન છે. ત્યારે આવા કપરા સમયે નાના અને ગરીબ વર્ગના લોકો, ખેતમજૂર, વિધવા સહિત મધ્યમવર્ગના લોકો માટે સરકારે રાશન આપવની જાહેરાત કરી હતી. જે અર્તગત ડાંગ જિલ્લામાં પણ વહીવટી તંત્ર દ્વારા તમામ નાગરિકોને વિનામૂલ્યે આપવામાં આવતુ રાશન પહોંચે તે માટે તમામ કાળજી લેવામાં આવી છે.

etv bharat
ડાંગ જિલ્લામાં સરકાર દ્વારા અપાતુ રાશન છેવાડાના ગામડા સુધી પહોંચતા ગ્રામ જનોએ ખુશી વ્યકત કરી

By

Published : Apr 22, 2020, 8:46 PM IST

ડાંગઃ કોરોના વાઇરસને કારણે દેશમાં લોકડાઉન છે. ત્યારે આવા કપરા સમયે નાના અને ગરીબ વર્ગના લોકો, ખેતમજૂર, વિધવા સહિત મધ્યમવર્ગના લોકો માટે સરકારે રાશન આપવની જાહેરાત કરી હતી. જે અર્તગત ડાંગ જિલ્લામાં પણ વહીવટી તંત્ર દ્વારા તમામ નાગરિકોને વિનામૂલ્યે આપવામાં આવતુ રાશન પહોંચે તે માટે તમામ કાળજી લેવામાં આવી છે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગામડાઓમાં લોકો સુધી અનાજ પહોંચે છે કે કેમ? તેની ચકાસણી કરાઇ હતી. જેમાં લોકોને રૂબરૂ મળી પ્રતિભાવ આપતા સંતોષ વ્યક્ત કર્યો હતો. ટાંકલીપાડા ગામના દેવરામભાઇ ભોયે જણાવ્યું હતું કે અમારા ગામમાં બધા જ લોકોને વિનામૂલ્યે અનાજનો લાભ મળ્યો છે. તેમજ સરપંચ રામસીંગભાઇ પવારે જણાવ્યું હતું કે અમારા ગામમાં તમામ રેશનકાર્ડ ધારકોને અનાજ મળી ગયું છે. પરંતુ જેઓ શેરડી કાપવા માટે બહારગામ ગયા હતા. અને તેઓ પાસે રેશનકાર્ડ હતા નહી. ત્યારે આવા થોડા લોકો અનાજથી વંચિત હતા. તેમછતા તેઓને પણ બીજી વ્યવસ્થા કરીને અનાજ આપવામાં આવ્યું છે.

મોટાચર્યા ગામના ગ્રામ પંચાયત સભ્ય દિલીપભાઇ પવારે જણાવ્યું હતું કે અમારા ગામમાં તમામ લોકોને સરકારનું વિનામૂલ્યે રાશન મળી ગયું છે. અહીંથી ૮ જેટલા પરિવારો શેરડી કાપવાના કામે બહારગામ ગયા છે તેઓ જ બાકી છે. ત્યારે અમે તેના માટે પ્રાયોજના કચેરી દ્વારા અનાજની કિટની વ્યવસ્થા કરાવી છે. વધુમાં તેમણે જણાવ્યું કે પ્રાયોજના કચેરી અને આગાખાન સંસ્થા તરફથી પણ અમારા ગામમાં ૩૫ જેટલી અનાજની કિટનું વિતરણ કરાયુ હતું.

ABOUT THE AUTHOR

...view details