આહવામાં મેઘમહેર યથાવત્, વરસાદને પગલે નડતરરૂપ વૃક્ષો દૂર કરાયાં - dang today news
ડાંગઃ જિલ્લામાં મંગળવારે સવારે આહવામાં 156 મીમી મોસમનો કુલ- 1616 મીમી, વધઈ 275 મીમી કુલ- 2780 મીમી, સુબીર 145 મીમી કુલ- 1572 મીમી અને સાપુતારા 185 મીમી કુલ- 1647 મીમી નોંધાયો હતો. જેમા વરસાદ કારણે વૃક્ષો પડી જતા વનવિભાગ અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા નડતરરૂપ વૃક્ષો દુર કરાયા હતા.
નડતરરૂપ વૃક્ષો દુર કરાયા
સવારે 6 થી સાંજે 4 કલાક સુધી આહવા 33 મીમી, વધઈ 30 મીમી, સુબીર 21 મીમી અને સાપુતારા ખાતે 31 મીમી વરસાદ નોંધાયો હતો. આજે સવારથી વરસાદ ધીમો પડયો છે. વનવિભાગ અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા આહવા-વધઈ રોડ ઉપર આહવા સ્મશાન નજીક નડતરરૂપ તેમજ ચોમાસા દરમિયાન ભયજનક લાગે તેવા વૃક્ષોના નિકાલ માટેની કામગીરી હાથ ધરી હતી અને રસ્તાઓ પર પડેલા નડતરરૂપ વૃક્ષો દુર કરાયા હતા.