- પ્રથમ તબક્કામાં 4989 લોકોને કોરોના વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો
- બીજા તબક્કામાં 821 લોકોને વેકશીન આપવામાં આવી
- આહવા સિવિલ હોસ્પિટલ, 3 CHC અને 10 પ્રાથમિક આરોગ્ય કેદ્ર પર રસીકરણ
ડાંગ જિલ્લામાં બીજા તબક્કાનું રસીકરણ શરૂ કરવામાં આવ્યું - Doctor
ડાંગમાં બીજા તબક્કાનું કોરોના રસીકરણ ચાલું કરી દેવામાં આવ્યું છે. જેમાં આજરોજ આહવા સિવિલ હોસ્પિટલ, 3 CHC અને પ્રાથમિક આરોગ્ય કેદ્ર ઉપર રસીકરણનો કાર્યક્રમ યોજાયો હતો.
બીજા તબક્કાનું રસીકરણ શરૂ
ડાંગ :જિલ્લામાં કોરોના વાઈરસના સંક્રમણથી બચવા માટે તબક્કાવાર રસીકરણના કાર્યક્રમ ચાલી રહ્યા છે. જેમાં પ્રથમ તબક્કામાં જિલ્લાના આરોગ્ય કર્મીઓ, સુરક્ષા કર્મીઓ આંગણવાડી બહેનો, આશાવર્કર બહેનો વગેરે મળીને કુલ 4,989 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતુ.