ગુજરાત

gujarat

સાપુતારા સહિત શામગહાન પંથકમાં વાતાવરણમાં પલટો, પરોઢીયે વરસ્યો ઝરમર વરસાદ

By

Published : Dec 25, 2019, 3:03 PM IST

ડાંગ: જિલ્લાના સાપુતારા સહિત શામગહાન પંથકના ગામડાઓના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. તેમજ પરોઢિયા સમયે ઝરમરીયો વરસાદ પડતાં સમગ્ર પંથકમાં શીત લહેર વ્યાપી હતી. જેના કારણે સમગ્ર વાતાવરણમાં ધૂમ્મ્સ છવાઈ ગઇ હતી.

saputara
ડાંગ

ડાંગ જિલ્લાના અમુક પંથકોમાં નિલગગન આભમાં વાદળોએ ઘેરાવો કરતા સમગ્ર વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. મંગળવારના રોજ આહવા નજીકના બોરખલ વિસ્તારમાં ઝરમરીયો વરસાદ ચાલુ થયો હતો. જ્યારે સવારથી જ ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં આવેલ શામગહાન, ભાપખલ, રાનપાડા, ચીરાપાડા, નડગચોડ, માનમોડી ગામમાં ધૂમ્મ્સમય વાતાવરણ વચ્ચે સવારના 4:30થી ઝરમરીયો વરસાદ ચાલુ થયો હતો.

સાપુતારા સહિત શામગહાન પંથકમાં વાતાવરણમાં પલટો આવતા ઝરમરીયો વરસાદ

સાપુતારા સહિત શામગહાન પંથકમાં વરસાદી માવઠું પડતા સવારના પહોરથી જ જનજીવનને ઠંડીના ચમકારાનો અનુભવ થયો હતો. તેમજ અચાનક કમોસમી વરસાદનું માવઠું તૂટી પડતા સમગ્ર વાતાવરણમાં ઠંડકતાની શીત લહેર વ્યાપી જવા પામી હતી.

સાપુતારા

ડાંગ જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી વાદળછાયું વાતાવરણ રહેતાં જિલ્લાના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. વાતાવરણમાં અચાનક બદલાવ આવવાની સાથે જ દિવસભર ધૂમમ્સમય વાતાવરણ નજરે ચડે છે.

સાપુતારા

ABOUT THE AUTHOR

...view details