ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ સાપુતારા પોલીસની ટીમ દ્વારા સીટીઝન ફસ્ટ એપ્લિકેશન અંગે લોકજાગૃતિનો પ્રયાસ કરાયો

ડાંગ જિલ્લાનાં ગિરીમથક સાપુતારા પોલીસ મથકનાં PSI એમ.એલ.ડામોર સહિત પોલીસની ટીમ દ્વારા સ્થાનિક નાગરિકોને જાગૃત કરવા અનોખો પ્રયત્ન હાથ ધર્યો છે. સીટીઝન ફસ્ટે ગુજરાત પોલીસનું વેબ પોર્ટલ અને એન્ડરોઇડ એપ્લિકેશન છે.

ડાંગ સાપુતારા પોલીસની ટીમે સીટીઝન ફસ્ટ એપ્લિકેશન અંગે લોકજાગૃતિનો પ્રયાસ કરાયો
ડાંગ સાપુતારા પોલીસની ટીમે સીટીઝન ફસ્ટ એપ્લિકેશન અંગે લોકજાગૃતિનો પ્રયાસ કરાયો

By

Published : Jul 29, 2020, 7:06 PM IST

ડાંગઃ જિલ્લાની સાપુતારા પોલીસની ટીમે સીટીઝન ફસ્ટ એપ્લિકેશન અંગે લોકજાગૃતિનો પ્રયાસ હાથ ધર્યો છે. ગુજરાત પોલીસની સીટીઝન ફસ્ટ એન્ડરોઇડ મોબાઇલ એપ્લીકેશન છે. જેમાં પોલીસની કેટલીક સેવાઓ ઉપલબ્ધ છે. છેવાડાનો વ્યક્તિ એક ક્લીક કરીને પોલીસની સેવાઓનો લાભ લઇ શકે છે.

ડાંગ જિલ્લાનાં ગિરીમથક સાપુતારા પોલીસ મથકનાં PSI એમ.એલ.ડામોર સહિત પોલીસની ટીમ દ્વારા સ્થાનિક નાગરિકોને જાગૃત કરવા અનોખો પ્રયત્ન હાથ ધર્યો છે. સીટીઝન ફસ્ટએ ગુજરાત પોલીસનું વેબ પોર્ટલ અને એન્ડરોઇડ એપ્લિકેશન છે.

આ એપ્લિકેશન દ્વારા નાગરિકોની ખોવાયેલી વસ્તુ કે, વ્યક્તીનો રિપોર્ટ કરવો,ઘરની નોંધણી કરવી, એનઓસી, પોલીસ વેરીફીકેશન તેમજ એફ.આઇ.આર કોપી મેળવવા જેવી કેટલીક સેવાઓ લોકોને ઓનલાઇન આંગળીનાં ટેરવે ઘરબેઠા મળી શકે છે.

આ એપ્લિકેશન દ્વારા વ્યક્તિ પોલીસની સેવાઓનો લાભ લઇ શકે છે. જે આધુનિક ટેકનોલોજીથી સજ્જ અને ઉપયોગી સભર એપ્લિકેશન વિશે સાપુતારા પોલીસની ટીમ દ્વારા લોકોને સમજાવવા આવ્યા હતા. તથા સ્થાનિક લોકોમાં આ એપ્લિકેશનની જાગૃતી ફેલાવવા માટે બુધવારે સાપુતારા પોલીસની ટીમ દ્વારા સીટીઝન એપ વિશે સાપુતારા ખાતે માહીતી આપી હતી.

કોઈ પણ વ્યક્તિએ ગુનો નોંધાવવા કયા જવુ, કયા પોલીસની હદમાં એ વિસ્તાર આવે છે. જે દરેક વસ્તુ આ એપ્લિકેશન દ્વારા જાણી શકાય છે. આ એપ્લિકેશન દ્વારા તારીખ મુજબ નોંધાયેલા એફ.આઇ.આરની કોપી મેળવી શકાય છે. ઘરે બેઠા પોલીસ મથકે અરજી કરી શકાઈ છે. ગુમ થયેલા વ્યક્તિની માહીતી આ એપ દ્વારા મેળવી શકાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે, ત્યારે હવે દરેક કામ ઓનલાઇન થવા લાગ્યા છે. તેથી સાપુતારા પોલીસ મથકનાં પોલીસ ટીમનાં પ્રયાસ છે કે, લોકો ઓનલાઇન પ્રક્રિયા કરી પોલીસ અને પ્રજા વચ્ચેનો સંબધ સુમેળ ભર્યો બનાવે. તથા લોકોનાં મનમાં પોલીસ પ્રત્યેનો ભય દૂર થાય તે માટે સાપુતારા પોલીસ દ્વારા લોકોને આ એપ્લિકેશનની જાગૃતી વિશે માહીતી આપી હતી.

ABOUT THE AUTHOR

...view details