- પ્રતિષ્ઠાની પેટા ચૂંટણીનો જંગ
- ડાંગ બેઠક પર મતદાન કરવા મજૂરો વતન પરત ફર્યા
- 40થી 45,000 મતદાતાઓ આવ્યા વતન
ડાંગ: રાજ્યનાં સૌથી નાના અને આદિવાસી વસ્તી ધરાવતા ડાંગ જિલ્લામાં કુલ 1,78,000થી વધુ મતદારો છે. જે પૈકી 40થી 45,000 મતદારો ખેત-મજૂર છે, ત્યારે ડાંગ જિલ્લામાં આવા મતદારો પોતાના માતાધિકારથી વંચિત ન રહી જાય, તે માટે મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની સુગર ફેક્ટરીના સંચાલકો દ્વારા આ ખેત મજૂરોને વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી નવસારી અને બારડોલીથી મજૂરો ટ્રકોમાં સામાન ભરીને પોતાના વતન આવી રહ્યા છે.
ડાંગ જિલ્લામાં મતદારોની સંખ્યા
ડાંગ જિલ્લા 173 વિધાનસભાની બેઠક માટેના કુલ મતદારોની સંખ્યા 1,78,157 છે. જેમાં આહવા તાલુકામાં 75,969, વઘઇ તાલુકામાં 52,744 અને સુબિર તાલુકામાં 49,444 છે. આ બેઠક ઉપર પુરુષ મતદારોની સંખ્યા 89,405 છે, જયારે સ્ત્રી મતદારોની સંખ્યા 88,749 અને અન્ય મતદારો સંખ્યા 3 છે. આ તમામ મતદાતાઓમાંથી 40થી 45,000 લોકો મજૂરી કામ અર્થે જિલ્લાની બહાર સ્થળાંતર કરતા હોય છે, ત્યારે હવે 3 નવેમ્બરેનાં રોજ મતદાન હોવાથી આ લોકો માદરે વતન પરત ફરી રહ્યા છે.