પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી પતિએ કુહાડી વડે પત્નીની હત્યા કરી
અન્ય પુરુષ સાથે આડા સંબધ હોવાનો વહેમ રાખી પતિએ ઝગડો કર્યો
પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી પતિએ કુહાડી વડે પત્નીની હત્યા કરી
અન્ય પુરુષ સાથે આડા સંબધ હોવાનો વહેમ રાખી પતિએ ઝગડો કર્યો
ઝગડો ઉગ્ર બનતાં કુહાડીનાં ઘા ઝીંકી પત્નીની હત્યા કરી
દીકરીએ ઘટનાની જાણ પોલીસ ને કરતાં પતિની ધરપકડ કરાઈ
ડાંગ : વઘઇ તાલુકાના ઢાઢરા ગામે રહેતા મંગુભાઇ કુહલ્યા સિગાડ તેની પત્ની સાથે મજુરી કામ કરી જીવન નિર્વાહ કરી રહયા હતા. બુધવારે સવારે મંગુભાઇ સિગાડે તેમની પત્નીના કોઇ અન્ય વ્યકિત સાથે છેલ્લા એક મહિનાથી આડા સંબધ હોવાની શંકા વહેમ રાખી પત્ની સાથે ઝઘડો કર્યો હતો.
કુહાડી નાં ઘા ઝીંકી દેતાં પત્નીનું ઘટના સ્થળે મોત.
ઝધડો ઉગ્ર બનતા રોષે ભરાયેલા પતિએ ઘરમાં પડેલ કુહાડી વડે પત્ની સારજુબેન પર હુમલો કરી માથા અને પીઠના ભાગે બે ત્રણ ઘા ઝીંકી પત્નીને ગંભીર ઇજાઓ પહોચાડી હતી. ગંભીર રીતે ઘવાયેલ સારજુબેનનુ ઘટના સ્થળ પર જ મોત નીપજયુ હતુ.
સમગ્ર ઘટનાની જાણ વઘઇ પોલીસને થતાં વધુ તપાસ હાથ ધરવામાં આવી
સારજુબેનની દિકરી અરૂણાબેને આ ઘટનાની ફરિયાદ વઘઇ પોલીસ મથકે નોધાવી હતી. જે ફરીયાદના આધારે વઘઇ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોચી પતિ મંગુભાઇ સિગાડની ધરપકડ કરી ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી.