- વઘઇ નજીકનો Gira Dhodh સક્રિય બન્યો
- ગીરાધોધ સક્રિય થતાં પ્રવાસીઓ ઉમટી પડ્યા
- ગીરાધોધમાં પાણી આવતા કુદરતી સૌંદર્ય ખીલી ઊઠ્યું
ડાંગ :જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ધીમીધારે વરસાદ (Rain) પડતા અંબિકા નદીમાં નવા નીર આવ્યા છે. અંબિકા નદીમાં પાણીનો પ્રવાહ વધતા ગીરાધોધ સક્રિય બન્યો છે.
સાપુતારા આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું સ્થળ Gira Dhodh
જિલ્લાના પ્રયટક સ્થળોમાં સાપુતારા બાદ સૌને મનગમતું સ્થળ એટલે ગીરાધોધ. અહીંયા પાણી આવતા જ પ્રવાસીઓની ભીડ જામે છે. જિલ્લાના પ્રવેશ દ્વાર વઘઇ નજીક આવેલા Gira Dhodh જોવા માટે લોકોની ભીડ ઉમટી પડે છે. સાપુતારા ફરવા આવતા પ્રવાસીઓ વઘઇ Gira Dhodh નિહાળવા અચૂકપણે જતા હોય છે.
આ પણ વાંચો : ડાંગ જિલ્લાનાં ગીરા ધોધ અને કિલાદ કેમ્પ પ્રવાસીઓ માટે ખુલ્લાં મુકાયા
Gira Dhodh નજીક સુરક્ષા ગાર્ડ તૈનાત કરાયા
કોરોનાના સંક્રમણના કારણે જિલ્લાના કેટલાય પ્રવાસન સ્થળો બંધ રાખવામાં આવ્યા હતા. કોરોનાનું સંક્રમણ ઓછું થતા કોરોનાની ગાઈડલાઈન મુજબ પ્રવાસન સ્થળો ચાલુ કરવામાં આવ્યાં છે. ગત વર્ષે કોરોનામાં લોકડાઉનને લઈને ગીરાધોધ બંધ રાખવામાં આવ્યો હતો. જોકે, આ વર્ષે છૂટ મળતા જ લોકો કુદરતી સૌંદર્યનો આનંદ લેવા અહીંયા પહોંચી રહ્યા છે. વહીવટી તંત્રએ પ્રવાસીઓની સુરક્ષા માટે ગીરાધોધ નજીક સુરક્ષા ગાર્ડ ઉભા રાખ્યા છે. જે લોકોને ધોધ નજીક જતા રોકી જાહેરનામાનું પાલન કરાવી રહ્યા છે.
Gira Dhodh સક્રિય બનતા પ્રવાસીઓની ભીડ ઉમટી પડી આ પણ વાંચો : કોરોના મહામારીના કારણે ડાંગ જિલ્લામાં પ્રવાસન સ્થળો બંધ કરાયા
છેલ્લા 24 કલાક દરમિયાન કેટલો Rain નોંધાયો
ડાંગ ડિઝાસ્ટર વિભાગ (Dang Disaster Department)ના જણાવ્યા અનુસાર, જિલ્લામાં રવિવારે સાંજે 6 વાગ્યાથી સોમવારે સાંજે 6 વાગ્યા સુધીનાં 24 કલાક દરમિયાન આહવા પંથકમાં 27 મિમી અર્થાત 1.08 ઈંચ, વઘઇ પંથકમાં 32 મિમી અર્થાત 1.28 ઈંચ, જ્યારે સૌથી વધુ સાપુતારા પંથકમાં 48 મિમી અર્થાત 1.92 ઈંચ જેટલો વરસાદ (Rain) નોંધાયો હતો. જ્યારે સુબિર પંથકમાં 24 કલાક દરમિયાન વરસાદ (Rain) આવ્યો ન હતો.
આ પણ વાંચો -